બેંગલુરુની કોર્ટે નિર્મલા સીતારમણ વિરુદ્ધ FIR નોંધવા કર્યો આદેશ, કોંગ્રેસે નાણાંમંત્રી પાસે માગ્યું રાજાનામું  

  • September 28, 2024 04:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)





બેંગલુરુની એક કોર્ટે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપ્યો છે. આ આદેશ નાણામંત્રી સામે હવે નિષ્ક્રિય થયેલા ચૂંટણી બોન્ડ દ્વારા કથિત રીતે નાણાંની ઉચાપત કરવા બદલ આપવામાં આવ્યો હતો. હવે કોંગ્રેસે આ મામલે નિર્મલા સિતારમણના રાજીનામાની માંગ કરી છે.


શું છે મામલો?


બેંગલુરુની જનપ્રતિનિધિઓની વિશેષ અદાલતમાં, નિર્મલા સીતારમણ અને અન્ય લોકો સામે ચૂંટણી બોન્ડ દ્વારા કથિત રીતે નાણાંની ઉચાપત કરવા બદલ FIR નોંધવાની માંગ કરવામાં આવી હતી. આ અરજી જનઅધિકાર સંઘર્ષ પરિષદ (JSP)ના આદર્શ અય્યરે દાખલ કરી છે.

સુનાવણી પછી કોર્ટે બેંગલુરુના તિલક નગર પોલીસ સ્ટેશનને મંત્રી વિરુદ્ધ ચૂંટણી બોન્ડ દ્વારા ખંડણીના ગુના માટે એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો.


કોંગ્રેસે નિર્મલા પાસેથી માંગ્યું રાજીનામું


હવે કોંગ્રેસે આ મામલે ભાજપ સામે આક્રમક વલણ અપનાવ્યું છે. બીજી તરફ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણના રાજીનામાની માંગ કરી છે. સિદ્ધારમૈયાએ કર્ણાટક ભાજપ પર પ્રહારો કર્યા અને પૂછ્યું કે, તેઓ કથિત "કૌભાંડ"ના સંબંધમાં સીતારામણ સામે વિરોધ ક્યારે શરૂ કરશે અને તેમના રાજીનામાની માંગ કરશે.


પીએમ મોદી અને કુમારસ્વામી પર પણ સાધ્યું નિશાન


સિદ્ધારમૈયાએ વધુમાં કહ્યું કે, જો મામલાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજીનામાની સાથે કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા એચડી કુમારસ્વામીના રાજીનામાની પણ માંગ કરવામાં આવે.


કુમારસ્વામીએ વળતો પ્રહાર કર્યો


કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી કુમારસ્વામીએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી મારા અને નિર્મલા સીતારમણના રાજીનામાની માંગ કરી રહ્યા છે, પરંતુ શું ચૂંટણી બોન્ડના પૈસા તેમના અંગત ખાતામાં ગયા? તેણે શા માટે રાજીનામું આપવું જોઈએ અને હું કેમ રાજીનામું આપું?




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application