- એપથી બાઇક રાઇડમાં ઘરે જતી વખતે પટકાતા લોરી તેના પર ફરી વળી
- હેસ્મેટ પહેર્યું હોવા છતાં એક્ટ્રેસ સુચન્દ્ર દાસગુપ્તાનો જીવ બચી શક્યો નહીં
બંગાળી ટીવી ઈન્ડસ્ટ્રીના જાણીતી એક્ટ્રેસ સુચન્દ્ર દાસગુપ્તાનું માર્ગ અકસ્માતમાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. તેણે 'ગૌરી એલો' જેવા ટીવી શોમાં ભૂમિકા ભજવી હતી. સુચન્દ્રા દાસગુપ્તાના આકસ્મિક નિધનના સમાચારથી તેના ફેન્સ અને નજીકના મિત્રોને ઘેરો આઘાત લાગ્યો છે. શનિવારની રાત્રે જ્યારે તે શૂટિંગ કરીને પરત ફરી રહી હતી ત્યારે તેની બાઇક અકસ્માતનો ભોગ બન્યો હતો.
સુચન્દ્ર કોલકાતાના પાણીહાટીની રહેવાસી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, અભિનેત્રીએ ઘરે જવા માટે એપ આધારિત બાઇક રાઇડની સેવા લીધી હતી. ઘોષ પરા વિસ્તાર પાસે તેમનો જીવલેણ અકસ્માત થયો હતો. એપના આધારે બાઇક ચલાવનાર વ્યક્તિએ અચાનક તેની સામે સાઇકલ આવી જતાં બ્રેક લગાવવાનો પ્રયાસ કર્યો.
અચાનક બાઇક થોભાવવાથી લાગેલા આંચકાને કારણે અભિનેત્રી થોડે દૂર પડી ગઈ હતી. ત્યાંથી પસાર થતી લોરી તેમની ઉપર ચઢી ગઈ. અકસ્માતના પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અભિનેત્રીએ હેલ્મેટ પહેરી હતી, પરંતુ તેનાથી તેનો જીવ બચ્યો ન હતો.
આસપાસના લોકો મદદ માટે આગળ આવ્યા, તેને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ તેણે ઘટનાસ્થળે જ અંતિમ શ્વાસ લીધા. પોલીસે બાઇકચાલકની ધરપકડ કરી છે. આ અકસ્માતથી દરેક જણ દુઃખી અને આઘાતમાં છે. સુચન્દ્રા ટીવી શોમાં નાની-નાની ભૂમિકાઓ ભજવતી હતી. તેણી માત્ર 29 વર્ષની હતી. અકસ્માત બાદ, સ્થાનિકોએ વિરોધ કર્યો, જેના કારણે વ્યસ્ત બીટી રોડ પર નાકાબંધી કરી દેવામાં આવી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech