હાલમાં ફિલ્મ પુષ્પા 2ને લઇને ચર્ચાઓ ચાલી રહી છે. આ ફિલ્મને લઇને ફેન્સ સુપર એક્સાઇટેડ છે. જો કે આ ફિલ્મના ટીઝરમાં અલ્લુ અર્જુન સાડીમાં જોવા મળે છે. આમ, આ પહેલાં અમિતાભ બચ્ચનથી લઇને આ સ્ટાર્સે સાડી લુકમાં દર્શકોનું દિલ જીતી લીધુ હતુ.
સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2નું ટીઝર રિલીઝ થઇ ગયુ છે. ફિલ્મના ટીઝરમાં જોવા મળી રહ્યું છે કે અર્જુનને સાડી પહેરી છે. સિનેમાની દુનિયાના અનેક એવા સિતારાઓ છે જેઓ સાડી પહેરીને લોકોનું દિલ જીતી લીધુ છે. એક્ટર્સનો આ લુક ફેન્સને એક નજરે ગમી ગયો હતો. આમ, આ લિસ્ટમાં બીજા પણ અનેક એવા સ્ટાર્સ છે જેમને સાડી પહેરીને એક્ટિંગ કરી છે. આ લિસ્ટમાં અલ્લુ અર્જુનનું નામ પહેલાં આવે છે. પુષ્પા 2ના ટીઝરમાં તમે એક્ટરને સાડી લુકમાં જોઇ શકો છો. આ ટીઝર થોડી જ મિનિટોમાં સોશિયલ મીડિયામાં છવાઇ ગયુ હતુ. ઉલ્લેખનીય છે કે આમ સાડી લુકમાં હવે ફેન્સ અલ્લુ અર્જુનનો રોલ જોવા ઇચ્છે છે. પુષ્પા 2 મુવીને લઇને ફેન્સ સુપર એક્સાઇટેડ છે.ફિલ્મ લક્ષ્મીમાં અક્ષય કુમારે ટ્રાન્સજેન્ડરનો રોલ પ્લે કર્યો હતો. ફિલ્મમાં અક્ષય કુમારે સાડી પહેરી હતી અને લોકોનું ધ્યાન ખેંચ્યુ હતુ. જો કે આ લુકમાં અક્ષય છવાઇ ગયો હતો.
આજે પણ ગોવિંદા અનેક લોકોના દિલમાં રાજ કરે છે. આંટી નંબર 1માં ગોવિંદાએ સાડી પહેરી હતી. આ મુવીમાં ગોવિંદાએ પોતાની એક્ટિંગથી લોકોને ખુશ કરી દીધા હતા. આયુષ્માન ખુરાનાએ ફિલ્મ ડ્રીમ ગર્લમાં સાડી પહેરી હતી. ફિલ્મ ડ્રીમ ગર્લમાં આયુષ્માન ખુરાનાનો આ લુક દર્શકોને ખૂબ ગમ્યો હતો. આ સાથે એક્ટરની એક્ટિંગ પણ જોરદાર હતી.
ફિલ્મ ચાચી 420માં કમલ હાસનને કોણ ભૂલી શકે? આ ફિલ્મમાં કમલ હાસને એક મહિલાની ભૂમિકામાં નિભાવી હતી. આ પૂરી મુવીમાં એક્ટર સાડી લુકમાં જોવા મળી રહ્યા છે. જો કે આજે પણ કમલ હસન એની આ એક્ટિંગથી દર્શકોનું દિલ જીતી રહ્યા છે. આજે પણ લોકો કમલ હાસનને ટીવીમાં આ રોલમાં જુએ એટલે ખુશ થઇ જાય છે. અમિતાભ બચ્ચન ફિલ્મ મુકદ્દર કા સિકંદરના ગીત મેરે અંગને મેં..દરમિયાન સાડી પહેરી હતી. અમિતાભ બચ્ચનનો સાડી લુક ખૂબ ચર્ચામાં બની રહ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech