આયુર્વેદના નામે બિયરના નશાનો વેપલો: ભાંડો ફોડતી દ્વારકા પોલીસ

  • December 08, 2023 11:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નશાકારક પીણાં પ્રકરણમાં નિવૃત નશાબંધી અધિકારી સહિતની સંડોવણી ખુલી : કથીત આયુર્વેદીક ઔષધીઓની કાયદાકીય છુટનો ફાયદો મેળવ્યો : રાજયવ્યાપી કૌભાંડમાં સંખ્યાબંધ આરોપીઓની અટક : દ્વારકા એસપી નિતેષ પાંડેય સહિતના અધિકારીઓ મુળ સુધી પહોચ્યા

દેવભુમી દ્વારકા પોલીસ દ્વારા આયુર્વેદ સીરપના નામે વેચાતા નશાકારક પીણાના ચકચારી પ્રકરણમાં મુળ સુધી પહોચીને ચોંકાવનારા ખુલાશા કરવામાં આવ્યા છે, કથીત આયુર્વેદીક ઔષધીઓની કાયદાકીય છુટનો ફાયદો મેળવી કરોડોનો વેપલો કરતા વ્હાઇટ કોલર બુટલેગરોનો પર્દાફાશ કર્યો છે, રાજયવ્યાપી આ કારસ્તાનમાં નિવૃત નશાબંધી અધિકારી, રોકાણકાર, કંપની સંચાલક સહિત ચારની સંડોવણી ખુલી છે, વર્ષ દરમ્યાન ૨૨ કરોડનું વેચાણ કરતા હતા, અત્યાર સુધી છ ગુના દાખલ કરીને ૨૧ આરોપીને દબોચી લીધા છે અને ફરારી ચારની શોધખોળ માટે ટુકડીઓને કામે લગાડી છે.
ઓખા ખાતે આયુર્વેદીક સીરપના નામે વેચાતા સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ પીણાના બે ગુન્હા દાખલ કરવામાં આવેલ હતા જેમાં કુલ ૮ આરોપીને પકડવામં આવેલ જેની પુછપરછ અને તપાસ દરમ્યાન નીચે મુજબના તથ્યો બહાર આવેલ.
હર્બો ગ્લોબલ ફાર્માસ્યુટીકલની સ્થાપના સંજય શાહ દ્વારા કરવામાં આવેલ  જયાં અમિત વસાવડા, આયુર્વેદીક ફોર્મ્યુલેશન ટેકનીશ્યનની કામગીરી (આયુર્વેદીક ક્ષેત્રનું કોઇ જ્ઞાન ધરાવતા નથી) રાજેશ દોડકે, માર્કેટીંગ અને સેલ્સનું સુપરવિઝન કરતા હતા બાદ વર્ષ-૨૦૨૧થી સેલ્સ અને માર્કેટીંગ અને પ્રોટકશનનું કામ કકકડે સંભાળેલ હતું.
આ કંપની આસવ અરીષ્ઠા, આર્યુવેદ બાબતે સરકાર તરફથી આલ્કોહોલ બાબતે નકકી કરેલ નિયમોની છુટછાટનો દુર ઉપયોગ કરી ચાલાકી પૂર્વક પીણાના નામે આલ્કોહલીક બિયરનો ધંધો કરતા હતા જે કંપનીમાં વર્ષનું ૮૦ થી ૯૦ લાખ બોટલનું પ્રોડકશન અને રુા. ૨૦ થી ૨૨ કરોડનું વેચાણ કરવામાં આવતુ હતું.
અમિત વસાવડા જે આયુર્વેદની અંદર કોઇપણ પ્રકારની લાયકાત ધરાવતા ન હોવા છતા અને તે બાબતની ઓછી સમજના આધારે આયુર્વેદીક ફોર્મ્યુલેશન બનાવેલ હતું, આયુર્વેદીક નિષ્ણાંત દ્વારા વેરીફાઇ કરાવતા આ પ્રોડકટમાં ઔષધીય તત્વો પ્રોડકટના લેબલમાં દર્શાવેલ માપ કરતા પણ ખુબ જ ઓછા પ્રમાણમાં ઉમેરવામાં આવતો હતો જેથી આયુર્વેદીક પીણામાં દવાનો સ્વાદ અને સુગંધ આવે નહીં.
પહેલાથી જ આ કંપનીનો ઇરાદો આસવ અરિષ્ઠા બનાવવાની જગ્યાએ બિયર બનાવવાનો હતો, ફેકટરીમાં કામ કરતા કર્મચારીઓમાં આયુર્વેદ ઔષધીય ક્ષેત્રે નિપુણતા ધરાવતા કોઇ કર્મચારી રાખવાની જગ્યાએ બીયર અને વાઇનરીમાં એકસ્પર્ટી ધરાવતા કર્મચારીઓને રાખેલ હતા. માલ્ટેડ જવ જેનો બિયર ઇન્ડસ્ટ્રીઝમાં ઉપયોગ થાય છે તેનું વધુ પ્રમાણમાં આ ઔષધીયમાં નાખવામાં આવતો થેથી બિયર જેવો સ્વાદ અને સુગંધ આવે, આયુર્વેદીક નિષ્ણાંતના અભિપ્રાય મુજબ આસવ અરિષ્ઠામાં જવ નાખવામાં આવતુ નથી, બિયર ઇન્ડસ્ટ્રીઝમાં વપરાતા હોપ્સ ફલાવરના બિયારણના એકસ્ટ્રેકટ ઉમેરવામાં આવતું, જેથી બિયર જેવી તુરાસ આવે જે બાબતનો કોઇ ઉલ્લેખ ફોર્મ્યુલેશનમાં જણાવેલ નથી, હોપ્સ જે કંપની પાસેથી મંગાવવામાં આવતુ તેનો નાણાકીય વ્યવહાર પણ ખાનગી રીતે કરવામાં આવતો હતો.
આસવ અરિષ્ઠામાં સરકાર તફરથી ૧૨ ટકા આલ્કોહોલની પરવાનગી આપવામાં આવેલ જેનો હેતુ ઔષધ તત્વનો પ્રિઝર્વેશન ૧૦ વર્ષ સુધી થઇ શકે તે માટેનો હતો, આ કંપનીમાં નશો થાય તે માટે આલ્કોહોલની માત્રા મેકસીમમ રાખવા ટીમને સુચના આપવામાં આવતી હતી. પાણીની બોટલનો કલર અંબર કલર હોવો જોઇએ જેથી સુર્યપ્રકાશથી તેમ રહેલા તત્વોને નુકશાન ન થાય પરંતુ કંપનીવાળા પ્રોડકટસનું વેચાણ વધારવા, ગ્રાહકોને આકર્ષીત કરવા માર્કેટમાં ટ્રેન્ડ ઉપર ચાલતા પીણાના બોટલની જેવી કલરની બોટલો માર્કેટમાં લાવ્યા હતા. પ્રિઝેટીવ અને કિલનીંગ પાવડરનો ઉપયોગ બિયર જેવો ટેસ્ટ લાવવા હોપ્સનો ઉપયોગ કરાતો, ફોર્મ્યુલેશન સ્ટીકરમાં કોઇ ઉલ્લેખ કરવામાં આવતો ન હતો.
ગુડઝ મેન્યુફેકચર પ્રેકટીશના નોર્મસને આ કંપની દ્વારા ફોલો કરવામાં આવતા ન હતા, ફેકટરીમાં કવોલીટી ક્ધટ્રોલ લેબ ન હતી, તમામ પ્રોડકટના સેમ્પલો લેવાની જગ્યાએ ફકત એક જ સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવતુ હતું, આયુર્વેદનો અભ્યાસ કે જાણકાર હોય તેવા કોઇ કર્મચારી હતા જ નહીં, છેલ્લા ૩ વર્ષમાં કયારેય કોઇ ઇન્સ્પેકશન આવેલ નથી, છેલ્લે જુલાઇ ૨૦૨૩માં ઇન્સ્પેકશન આવેલ અને ઘણી ખામીઓ કાઢી હતી જે બાબતે નામ માત્રનો કવોલીટી એસ્યોરન્સ ક્ધટ્રોલ બનાવેલ હતું. બે ફોર્મ્યુલા હેઠળ અલગ અલગ નામની ૧૦ થી વધુ પ્રોડકટસ બનાવતા, હર્બો ગ્લોબલમાં બનેલી પ્રોડકટ માર્કેટમાં લાવવામાં આવતી જેની અમદાવાદ ખાતેના સીઓ એન્ટરપ્રાઇઝ જેની પાસે સમગ્ર ગુજરાતમાં વેચાણ માટે એસએ-એસટુ લાયસન્સ મારફતે રાજયમાં વેચાણ કરાતું, આ શિવમ એન્ટરપ્રાઇઝમાં નશાબંધી અધિકારી મેહુલ ડોડીયા દ્વારા રેઇડ કરવામાં આવ્યા બાદ કંપનીના સિસ્ટમ મેનેજમેન્ટ માટે કંપનીનો ૨/૩ પાર્ટનાર બનાવવામાં આવેલ અને રીટાયર્ડ બાદ પાર્ટનર બનાવવા માટે આયોજન કર્યુ હતું.
આ કંપની દ્વારા બનાવેલા ડીસ્ટ્રીબ્યુટરોની તપાસ પુછતાછ કરતા જણાવેલ કે, કંપની દ્વારા કહેવામાં આવતુ આ પુલ માર્કેટ છે, ગ્રાહકો સામેથી ડીમાન્ડ કરવામાં આવશે, આ પીણું આયુર્વેદીક છે, નશો થશે અને શ્ર્વાસ્થ્યને ફાયદો કરશે જે વાત ખરી નથી, કરન્ટ આવશે, કીક મળશે જેવા શબ્દોનો ઉપયોગ કરતા હતા, સૌરાષ્ટ્રને ટાર્ગેટ કરવામાં આવતુ હતું, જાણે પથરી અને નિંદ્રાના પેશન્ટ અહીં જ હોય, આયુર્વેદીક પીણું કયારેય કોઇ આયુર્વેદીક-મેડીકલ સ્ટોર, એજન્સી કે ડોકરટના પ્રિસ્કીપ્શન માટે આપવામાં આવેલ નથી. ફકત પાન-મસાલાના ગલ્લાવાળઓને જ વેચાણ કરવામાં આવે છે. લેબલ અંગ્રેજી ભાષામાં હતું.
આ પ્રકરણમાં દ્વારકા ઓખાનવીનગરીમાં રહેતા વેપારી નિલેશ ભરત કાસ્ટા, જુન ખીજદડ ગામના વિરેન્દ્રસિંહ ઉર્ફે ગોપાલ સુરુભા જાડેજા, ડીલર નંદીની એન્ટરપ્રાઇઝ હાલ ગોકુલધામ સોસાયટી, શિવમ એવન્યુ, પટેલ કોલોની, જામનગર, મુળ જુનુ ખીજદડના અર્જુનસિંહ મહિપતસિંહ જાડેજા, હાલ રામેશ્ર્વરનગર જામનગર, મુળ મોડા ગામના દિવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (સીરપના સ્ટોકીસ્ટ) તથા વેપારી હાલ અમદાવાદ વસ્ત્રાપુરના સુનિલ સુરેન્દ્ર કકકડ, વાપી ગુલમહોર બિલ્ડીંગના સીરપ ટ્રેડીંગવાળા આમોદ અનિલ ભાવે-મરાઠી, ઉમરગામના ભાવિક ઇન્દ્રવદન પ્રેસવાલા-ભંડારી અને અમદાવાદ સોલાના અમિત લક્ષ્મીપ્રસાદ વસાવડાનો સમાવેશ થાય છે.
આ પ્રકરણમાં રોકાણકાર કંપની સંચાલક સંજય પન્નાલાલ શાહ, નિવૃત નશાબંધી અધિકારી મેહુલ રામશી ડોડીયા, સેલ્સ પ્રોડકશન અને માર્કેટીંગવાળા રાજેશકુમાર ગોપાલકુમાર ડોડકે અને પંકજ પ્રભુદાસ વાઘેલાની સંડોવણી ખુલી છે જેને પકડવા માટે તપાસ લંબાવવામાં આવી છે.
આયુર્વેદના સીરપના નામે નશાકારક પીણામાં આ વેપલામાં દ્વારકા જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેય તથા તેમની ટીમ મુળ સુધી પહોંચી છે અને વ્હાઇટકોલર બુટલેગરોનો પર્દાફાશ કર્યો છે, સમગ્ર કામગીરીમાં એસપી નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ, દ્વારકા એલસીબી પીઆઇ કે.કે. ગોહીલ, દ્વારકાના પીઆઇ ટી.સી. પટેલ, એસઓજી ઇન્ચાર્જ પીઆઇ પી.સી. સિંગરખીયા, એલસબી પીએસઆઇ બી.એમ. દેવમુરારી, ખંભાળીયાના પીઆઇ એન.એચ. જોશી, દ્વારકા પીએસઆઇ એ.એલ. બારસીયા અને એલસીબી એસઓજી સહિતનો સ્ટાફ જોડાયો હતો.
***
અત્યાર સુધી ૬ ગુનામાં ૨૧ આરોપી પકડાયા
દેવભુમી દ્વારકા ખાતે આયુર્વેદીક સીરપના નામે વેચાતા સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ બિયરમાં અત્યાર સુધી અલગ અલગ છ ગુના દાખલ કરવામાં આવેલ છે જેમાં બે ફેકટરી સહિત આયુર્વેદ પીણાની કુલ ૨૮૦૭૭ બોટલો કિ. રુા. ૪૪૮૬૮૫૪ નો મુદામાલ તેમજ ૨૧ આરોપીઓને પકડવામાં આવ્યા છે.
***
વર્ષમાં ૮૦ થી ૯૦ લાખ બોટલનું ઉત્પાદન અને ૨૨ કરોડનું વેચાણ
દ્વારકા પોલીસની સઘન તપાસમાં અત્યાર સુધી આયુર્વેદીક સીરપના નામે વેપલો કરનારા વ્હાઇટ કોલર બુટલેગરોનો પર્દાફાશ કર્યો છે, જેમાં ચોકાવનારી વિગતો સામે આવે છે, આ ધંધાર્થીઓ સહિતની ટોળકી વર્ષનું ૮૦ થી ૯૦ લાખ બોટલનું ઉત્પાદન કરી અને ૨૦ થી ૨૨ કરોડનું વેચાણ કરતા હોવાનું સામે આવ્યુ છે, સીરપમાં માઇલ્ડ જવનો ઉપયોગ કરાતો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application