બેડી-જી.આઈ.ડી.સી. રોડ પરથી વધુ બે સ્થળેથી ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું

  • October 08, 2024 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બન્ને સ્થળેથી ખાલી-ભરેલા ૮ નંગ બાટલા સહિતની સામગ્રી સાથે બેડી વિસ્તાર ના બે શખ્સોની અટકાયત


જામનગરના બેડી વિસ્તારમાં બન્ને સ્થળેથી ગેરકાયદેસર ગેસના બાટલાનું રિફિલીંગ કૌભાંડ  સિટી બી. ડિવિઝન તેમજ એસ.ઓ.જી. ની ટીમે ઝડપી લઈ બે શખ્સોની ૮ નંગ રાંધણ ગેસના નાના મોટા ખાલી અને ભરેલા બાટલા સહિતના મુદામાલ સાથે અટકાયત કરી આગળની કાર્યવાહી આરંભી હતી.


જામનગરના  જી.આઈ.ડી.સી. રોડ પર સિટી બી. ડિવિઝનની ટુકડીએ દરોડો પાડયો હતો. અહીં બેડી વિસ્તારનો હુસેન ઈસ્માઈલભાઈ આરબ નામનો  શખ્સ માણસોની જિંદગી જોખમાય તે રીતે બેદરકારીથી ગેરકાયદેસર ગેસના ભરેલા બાટલામાંથી ખાલી બાટલામાં રિફીલીંગ કરી ગેરકાયદેસર વેચાણ કરતો હોય તેમજ કોઈપણ સુરક્ષાના સાધનો વગર મોટી સંખ્યામાં અડધા ભરેલા મોટા બાટલા નંગ ૩ તથા અન્ય ૨ ખાલી બાટલા અને બે મોટા ભરેલા બાટલા, રીફિલીંગની ઈલેકટ્રીક મોટર તથા વજન કાંટો વિગેરે સાધનો મળી આવતા કુલ મળી રૂા. ૧૬,૫૦૦નો મુદામાલ કબ્જે કરી લઈ આરોપીની ધરપકડ કરી હતી. આ ઉપરાંત પંચકો સીબી ડિવિઝનના પોલીસ સ્ટાફે પણ વોચ ગોઠવી દરેડ વિસ્તારમાં રહેતા સજ્જર બાબુભાઈ સીદીકી કે જેને અટકાયતમાં લેતાં તેના કબજા માંથી પણ ગેસ રિફીલિંગ નું કારસ્તાન પકડાયું હતું, અને ખાલી ભરેલા ૩ નંગ બાટલા  નોઝલ વગેરે મળી આવ્યા હતા, જે કબજે કરી લઈ તમામની વધુ પૂછપરછ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News