ખાંભામાં બીડી, સિગારેટની આડમાં બાળકોને ગાંજાના વ્યસની બનાવવાનો ધંધો

  • September 05, 2023 12:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખાંભામાં દેશી દારૂની ઘટના અવારનવાર સામે આવે છે પરંતુ ગાંજાની ઘટના વર્ષે દહાડે અન્ય જિલ્લાની પોલીસ દ્વારા પકડવામાં આવે છે. પરંતુ પાછલા ઘણા સમયથી ખાંભામાં ગાંજો પડીકીમાં પેક થઈ વેચાણ પુરજોશમાં ચાલુ છે. જયારે ગાંજોની પડીકીમાં કાંભાના બાળકો બની રહ્યા છે ભોગ, પ્રથમ બાળકોને ગાંજાના ધંધા સાથે સાંકળાયેલા દ્વારા મફત કાયમી દિવસમાં ૨ વાર સિગરેટ કે બીડી દ્વારા પાવામાં આવે છે, બાદમાં આદિ થઈ ગયા પછી ગાંજાને ઉચાભાવમાં વેચી કમાવાનો ધંધો હાલ ખાંભામાં ચાલી રહ્યો છે.


મળતી માહિતી પ્રમાણે ખાંભામાં પાછલા ઘણા સમયથી ગાંજો નાની પડીકીમાં વેચાણ થઈ રહ્યો છે. ૨થી ૫ ગ્રામની પડીકીમાં વેચાણ કરવામાં આવી રહ્યો છે જેમાં ૫૦થી ૨૦૦ ‚પિયા સુધીમાં આ પડીકી વેચાણ થઈ રહી છે જેમાં મોટાભાગના બાળકો સકંજામાં આવી રહ્યા છે. આવા બાળકોને પ્રથમ મફત ગાંજાના પંટારો દ્વારા આદત લગાડવામાં આવી રહી છે, બાદમાં આવા બાળકોને આદત લાગ્યા બાદ તેવોને રોજ ૫૦થી લઈ ૨૦૦ ‚પિયામાં પડીકી આપવામાં આવી રહી છે. આ ધંધો બેરોકટોક ચાલી રહ્યો છે જયારે ખાંભા ટાઉન પોલીસ આ ધંધાથી અજાણ હોઈ તેમ લાગી રહ્યું છે તો શું મોટી સંખ્યામાં નાબાલીક બાળકો આ ગાંજાનો ભોગ બનશે, ત્યારે પોલીસ જાગશે કે કેમ જયારે આ અંગે ખાંભાના બુધ્ધિજીવઓ પણ આગળ આવે અ    ને બાળકોને બચાવે તેવી માગણી હાલ ઉઠી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application