દેવભૂમિ દ્વારકામાં ટ્રાફીક પી.એસ.આઇ. એન.ડી. કલોત્રા તથા ટ્રાફીક ટીમ દ્વારા દિવાળી પર્વને લઇને સુંદર કામગીરી કરવામાં આવી હતી. દિવાળીનાં તહેવારોને અનુલક્ષીને કૃષ્ણભકતો જગતમંદિરે ઉમટી પડયા હતા. ત્યારે કલીબેન ગાંડાભાઇ ઘામેશી પરિવારથી વિખૂટા પડી ગયા હતા. તે વાતને ટ્રાફીક પીએસઆઇને જાણ થતા તુરત જ તેમના પરિવારને શોધી કાઢવામાં આવ્યો હતો. મુળ ઉપલેટાના રહેવાસી કલીબેનને તેમના પરિવાર સાથે મિલન કરાવ્યુ હતું.
દ્વારકા દર્શનાર્થે આવેલા નાનુબેન ચંદ્રકાંતભાઇ ભાદેચા, રેલ્વેસ્ટેશનેથી દ્વારકા મંદિરે આવતા રીક્ષામાં પોતાનુ પર્સ ભુલી ગયા હતા. ત્યારબાદ રીક્ષાચાલકને આ વાતની જાણ ટ્રાફીક પીએસઆઇ એન.ડી કાલોત્રાને જાણ કરી હતી એન.ડી. કલોત્રા દ્વારા તુરત જ પર્સ માલિકને ખાતરી કરી શોધી કાઢવામાં આવી હતી પર્સ માલિક નાનુબેનને આ પર્સ ખાતરી કરી પરત કરવામાં આવ્યું હતું. આ સુંદર કામગીરી દ્વારકાવાસીઓ તથા યાત્રિકો ખુશ થયા હતા. પીએસઆઇને આ સુંદર કામગીરી બદલ શુભેચ્છા પાઠવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech