ચુંટણી પૂરી થઈ થઈ ગઈ અને પરિણામો પણ આવી ગયા, હવે એક પછી એક ડામ સહેવાની તૈયારી રાખવી પડશે.સૌથી પહેલા તો દૂધના ભાવમાં લિટર દીઠ બેથી ત્રણ પિયાનો વધારો કરવામાં આવ્યો છે.ત્યાર પછી એકસપ્રેસ વે પર ટોલના દર પાંચ ટકા સુધી વધી ગયા છે.હવે થોડા જ દિવસોમાં ટીવી જોવાનું અને મોબાઈલ રિચાર્જ કરવાનું પણ મોંઘું થશે.
ટીવી ચેનલોના દર અને મોબાઈલના ટેરિફમાં વધારો અત્યાર સુધી અટકાવવામાં આવ્યો હતો, પરંતુ ચૂંટણી પૂરી થતા જ હવે આ દર વધવાની શકયતા છે. આ વર્ષે મોબાઈલ સર્વિસ ટેરિફમાં ૧૫–૧૭%નો વધારો થઈ શકે છે. મોબાઈલ ટેરિફમાં છેલ્લે નવેમ્બર, ૨૦૨૧માં વધારો કરવામાં આવ્યો હતો. ત્યાર પછી આ રેટ વધારવા માટે કંપનીઓ સતત માગણી કરી રહી છે.
ચૂંટણી પૂરી થવાની સાથે જ દેશમાં અલગ અલગ ચીજો અને સર્વિસના ભાવમાં વધારો થાય તેવી શકયતા છે. અત્યાર સુધી ચૂંટણીના કારણે જે ભાવવધારો અટકાવી રખાયો હતો તે હવે છુટથી થઈ શકશે.ટીવી ચેનલોના દરમાં ૧૦ ટકા સુધીનો ભાવવધારો મંજૂર કરવામાં આવ્યો છે અને મોબાઈલ રિચાર્જનો દર ૧૫થી ૧૭ ટકા સુધી વધી જાય તેવી શકયતા છે.
ટેલિકોમ કંપનીઓ ઘણા સમયથી મોબાઈલ સર્વિસના ટેરિફમાં વધારો કરવા માટે માંગણી કરી રહી હતી પરંતુ ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ વધારો રોકી રખાયો હતો. આ વર્ષે મોબાઈલ સર્વિસ ટેરિફમાં ૧૫–૧૭%નો વધારો થઈ શકે છે. કેટલીક કંપનીઓ તેના પ્રીમિયમ વપરાશકારોને અનલિમિટેડ ડેટા આપતી હતી પરંતુ તે બધં થવાની શકયતા છે. કેટલાક નિષ્ણાતો માને છે કે મોબાઇલ ફોન સેવાઓ લગભગ ૨૦% મોંઘી થશે. ટેરિફ વધારવામાં આવશે ત્યારે ૪ની તુલનામાં ૫ સેવા માટે ૫–૧૦% વધુ ચાર્જ વસૂલવામાં આવી શકે છે.
ટેલિકોમ કંપનીઓ યુઝર દીઠ આવક વધારવાની યોજના ધરાવે છે કારણ કે તેમણે ફોરજી અને ફાઈવજી સ્પેકટ્રમ માટે જે ઈન્વેસ્ટમેન્ટ કયુ છે તેનું વળતર નથી મળી રહ્યું. એરટેલ તેની યુઝર દીઠ આવક . ૨૦૮ થી વધારીને . ૨૮૬ કરવા માગે છે. તેના માટે ટેરિફમાં લગભગ ૫૫ પિયાનો વધારો કરવો પડશે. જિયોના રિચાર્જનો દર પણ ૧૫ ટકા વધી શકે છે. મોબાઈલ ટેરિફમાં છેલ્લે નવેમ્બર, ૨૦૨૧માં વધારો કરવામાં આવ્યો હતો. તે સમયે વોડાફોન આઈડિયાએ ટેરિફમાં લગભગ ૨૦%, ભારતી એરટેલ અને જિયોએ ૨૫% જેટલો વધારો કર્યેા હતો. ત્યાર પછી હવે વધારો કરવો પડે તેવી સ્થિતિ છે.
ટીવી જોનારા વર્ગ માટે પણ ખરાબ સમાચાર છે. ડિઝની સ્ટાર, વાયાકોમ ૧૮, ઝી એન્ટરટેન્મેન્ટ અને સોની પિકચર્સ નેટવર્ક ઈન્ડિયાએ ચેનલના ભાવ વધારવા માગણી કરી છે. લોકસભાની ચૂંટણીના પરિણામ આવી ગયા છે તેથી આ રેટ વધવાના છે.ટીવી સબસ્ક્રિપ્શન રેટમાં ૫થી ૮ ટકાનો વધારો થઈ શકે છે. એટલે કે માસિક સબસ્ક્રિપ્શનનો દર ૫૦૦ પિયા હોય તો હવે તમારે ૫૪૦ પિયાનું રિચાર્જ કરાવવું પડશે. ટીવી ચેનલો દ્રારા બૂકે રેટમાં પણ જાન્યુઆરીમાં ૧૦ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. હવે એવું કહેવાય છે કે વાયાકોમ ૧૮ ના દરમાં ૨૫ ટકાનો વધારો થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોરબી: શેરબજારમાં રોકાણ કરવાના બહાને યુવક સાથે રૂ..50 લાખની ઠગાઈ
November 07, 2024 10:58 AMરેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપી નાણા ખંખેરતો કોડીનાર પંથકનો યુવક ઝબ્બે
November 07, 2024 10:51 AMડેડરવા નજીક કારે બાઈકને ઉલાળતા જૂનાગઢનું દંપતી ખંડિત
November 07, 2024 10:45 AMપોરબંદરના યોગપ્રેમીઓને રવિવારે વિશિષ્ટ ક્રિયાઓ ની અપાશે તાલીમ
November 07, 2024 10:41 AMવિધાર્થિનીઓને મફતમાં સાયકલની ૫૩૦૦ અરજી, ૫૧૦૨ મંજૂર: આપી એક પણ નહીં
November 07, 2024 10:39 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech