રતનપર પાસે મોબાઇલ ટાવરમાંથી રૂપિયા ૮૦ હજારની બેટરીની ચોરી

  • September 21, 2023 04:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટની ભાગોળે આવેલા રતનપર ગામે મોબાઈલ ટાવરમાંથી પિયા ૮૦ હજારની કિંમતની બેટરીની કોઈ ચોરી કરી ગયું હતું. આ અંગે કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શહેરના જંકશન પ્લોટ વિસ્તારમાં ગોવર્ધન એપાર્ટમેન્ટમાં રહેતા અને મેકસ વિજીલ સિકયુરિટી કંપનીમાં ટીમ લીડર તરીકે નોકરી કરનાર દિનેશસિંહ શ્યામસિંહ રાજપુત(ઉ.વ ૫૦) દ્રારા આ મામલે કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.ફરિયાદીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓની કંપની ઇન્ડસ કંપનીમાં બનાવેલ બધા જ મોબાઈલ ટાવરની દેખરેખ રાખવાનું કામ કરે છે અને ફરિયાદી પોતે રાજકોટ ખાતે આવેલા બધા મોબાઇલ ટાવર પર સુપરવાઇઝર તરીકે કામ કરે છે.


ગત તારીખ ૭૮ ૨૦૨૩ ના સવારના તેઓ ઘરે હતા ત્યારે અમદાવાદ કંટ્રોલમ પરથી ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, રતનપર ગામ પાસે આવેલ મોબાઈલ ટાવરમાં ચોરીનો બનાવ બન્યો છે. જેથી ફરીયાદી તુરતં અહીં પહોંચ્યા હતા. અહીં ટેકનિશિયનને પૂછતા માલુમ પડું હતું કે, ટાવરની સાઈટ બધં થઈ જતા તપાસ કરતા ટાવર કે જેને ફરતે ફેન્સીંગ કરેલી હોય તેની અંદર નાના કબાટમાં ટાવરની બેટરી રાખવામાં આવે છે અને તેમાં તાળું મારવામાં આવે છે આ તાળું તોડી બેટરીની કોઈ ચોરી કરી ગયાનું ટેકનિશને જણાવ્યું હતું. બાદમાં ફરિયાદીએ તપાસ કરતા બેટરી જેમાં ૨૪ નગં સેલ હોય અને આ બેટરીની કિંમત પિયા ૮૦,૦૦૦ છે તે કોઈ ચોરી કરી ગયાનું માલુમ પડું હતું. જેથી આ મામલે તેમણે કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી મોબાઈલ ટાવરમાંથી બેટરીની ચોરી કરી જનારને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application