અમરેલી જિલ્લા ના કુંકાવાવ તાલુકાના બરવાળા બાવીશી ગામે થોડા દિવસ પેહલા ગામની સ્ટ્રીટલાઈટ ફોડવા બાબતે સરપંચ પતિ અને ગામના એક શખ્સ વચ્ચે થયેલા વિવાદ બાદ સરપંચ પતિના મોબાઈલ ફોનમાં કોલ કરી અશોભનીય શબ્દો કહી હું રૂબરૂ આવુ છુ તેમ કહી તેના થોડા સમય બાદ આ ગામના મહિલા સરપંચના ઘરે નિર્મળ મહેશભાઈ વાળા (લાલો ) નામનો શખ્સ સાંજના સમયે છરી સાથે જઈને સરપંચ પતિને બેફામ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપતો સમગ્ર ઘટનાનો વિડિઓ ઘટના સ્થળે હાજર ઉપસ્થિત કોઈ વ્યક્તિએ ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ કરેલ હતો.ત્યાર બાદ આ કિસ્સો સમગ્ર જિલ્લામાં ચર્ચાના ચકડોળે ચડ્યો હતો. જેમા ગાંધીના ગુજરાતમાં દાદાગીરી એ સ્થાનિક તંત્ર સામે અનેક સવાલો પેદા કર્યા હતા. ઘટનાના બીજા દિવસે પોલીસે આ બાબતે સરપંચ પતિ અરવિંદભાઈ વીરજીભાઈ ડોબરીયા ની ફરિયાદ મુજબ પોતાના ઘરમાં ઘુસી આવી ધમકી આપી હુમલો કરનાર ત્રણ શખ્સો.
નિર્મળ મહેશભાઈ વાળા (લાલો), મહેશ મેરાભાઈ વાળા,સુરજ મહેશભાઈ વાળા સામે આઈપીસી કલમ ૫૦૪, ૫૦૬(૨), ૪૫૨,૧૧૪ જીપીએ અધિનિયમ ૧૩૫ મુજબ ગુનો નોંધી તેની તપાસ હાથ ધરી હતી. આ મહિલા સરપંચના પરિવાર પર થયેલા બનાવ બાબતે તાલુકા ભરના આગેવાનો અને સરપંચોને સાથે રાખી વડિયા કુંકાવાવ તાલુકા સરપંચ એસોશીએશનના પ્રમુખ વિપુલભાઈ વસાણીના નેતૃત્વમાં વડિયા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ.આ આવેદનપત્રમાં જણાવવામા આવ્યુ હતુ કે બરવાળા બાવીશી ગામના મહિલા સરપંચ શારદાબેન ડોબરીયા ગામના ચૂંટાયેલા મહિલા સરપંચ છે તેમના ઘરે દારૂ પીધેલી હાલત માં છરી સાથે અશોભનીય ગાળો આપી હુમલો થાય અને સરપંચ વિરુદ્ધ ખોટી ફરિયાદો કરવામાં આવે તેથી આવા સંગોજોમાં ગામમાં વિકાસ કામ કરવા શક્ય નથી. ભવિષ્યમાં ગામલોકોને ભયના લીધે હીજરત કરવી પડે તેવા સંજોગો ઉભા થઇ શકે તેથી પોલીસ દ્વારા આવા તત્વો સામે કડક કાર્યવાહી કરે તેવી માંગણી કરવામાં આવી છે તો આ બાબતે સ્થાનિક લોકો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ ગામના સરપંચ પતિ સાથે છેલ્લ ા છ માસમાં અવાર નવાર ગામના લોકો સાથેના ઝગડાઓ જોવા મળ્યા છે તો શા માટે તે એક વ્યક્તિ સાથે જ ઝગડા થાય છે ત્યારે આવા જગડાનું મૂળ કરણ જાણવું જરૂરી છે. ત્યારે વિવાદ અને ઝગડાઓ પણ એક તપાસનો વિષય છે. પણ હાલ આ ઘટના ના ઘેરા પડઘા સમગ્ર જિલ્લ ામાં પડ્યા છે અને પોલીસે આ બાબતે ગંભીર નોંધ લઇ તેની તપાસ હાથ ધરી છે. અને આરોપીઓને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હોય તેવુ જાણવા મળી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMદિવાળીએ થયેલા ઝઘડાની દાઝે પરિવાર પર ઘાતક હથિયારથી હુમલો, પિતા-પુત્રને ઇજા
December 23, 2024 04:26 PMવિશ્ર્વ ખેડૂત દિવસ : જગતનો તાત હજી પણ કુદરતના ભરોસે
December 23, 2024 04:25 PMસતત બીજા દિવસે પણ ભાવનગરમાં ધાબડિયુ વાતાવરણ સર્જાતા ટાઢોડુ વ્યાપ્યુ
December 23, 2024 04:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech