રાજકોટમાં ખેડૂતના નામે બારોબાર સોદો કરી ટોકન લઈ ૧.૯૦ કરોડની છેતરપિંડી

  • September 06, 2024 11:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટના રૈયારોડ પર તિરૂપતિનગરમાં રહેતા ભુપતભાઈ ગોવિંદભાઈ ઠુંમર નામના વેપારી સાથે ઘંટેશ્ર્વર સર્વે નંબરની જમીનનો બોગસ ખેડુત બનીને આવેલા શખસ અને દલાલ મનીષ કચરાભાઈ દેત્રોજા, રવિ વાઘેલા તથા શૈલેષ નામના શખસે ટોકન પેટે ૧.૯૦ કરોડ લઈને કૌભાંડ આચર્યાની ફરિયાદ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાઈ છે.

ફરિયાદની વિગતો મુજબ ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં વેપારી ભુપતભાઈને મિત્ર ગાંધીગ્રામમાં રહેતા દાઉદ નામના વ્યકિતએ વેજાગામમાં જમીન છે ખરીદ કરવી હોય તો બતાવું તેવી વાત કરી હતી અને દાઉદે આ જમીન મિત્ર એવા દલાલ મનીષભાઈએ જોયેલી છે તેમ કહ્યું હતું. ત્રણેય વ્યકિત જમીન જોવા ગયા હતા પરંતુ આ જમીન ભુપતભાઈને અનુકુળ આવી ન હતી અને મનીષભાઈએ બીજે કયાંય સારી જમીન હશે તો બતાવી તેમ કહી મોબાઈલ નંબર અને ભુપતભાઈની મુરલીધર ફરસાણ  નામે આવેલી દુકાનનું એડ્રેસ લીધું હતું.

એક સાહ બાદ મનીષ દુકાને આવ્યો હતો અને કહ્યું હતું કે, ઘંટેશ્ર્વર સર્વેમાં નવા રેસકોર્ષ નજીક પોતાના મિત્ર શૈલેષના મામા ઘુસાભાઈ ઘેલાભાઈ સીતાપરાની જમીન શૈલેષ મારફતે ૬ કરોડનું એકર લેખે સોદો કરીને પોતે (મનીષ) ટોકન આપ્યું છે. હવે જમીન લેવાઈ તેટલી આર્થિક સ્થિતિ નથી માટે આ જમીન તમે ૮ કરોડના એકર લેખે ખરીદ કરી લ્યો. જે તે સમયે ભુપતભાઈએ આ ભાવે જમીન લેવાની ના પાડી હતી. ત્યાર બાદ મનીષ સાથે ૧૫૦ ફત્પટ રીંગરોડ પર હોટલ સર્વર નજીક આવેલી જમીન જોવા ગયા હતા અને ભુપતભાઈને જમીન પસદં પડતા મનીષ જમીનના ૭૧૨, ૮–અના જમીન માલીકના દસ્તાવેજી પુરાવાઓ આપી ગયા હતા જેમાં માલીક તરીકે ઘુસાભાઈ સીતાપરાનું ખેડુત ખાતેદાર તરીકે નામ છે.

ફરી મનીષ અને ઘુસાભાઈનો ભાણેજ બનેલો સરપદડનો રહેવાસી આરોપી શૈલેષ ભુપતભાઈની દુકાને આવ્યા હતા ત્યાં ૬ કરોડ લેખે એકરનો ભાવ નકકી કરી જમીનનો ૩૦ કરોડનો સોદો થયો હતો. દોઢ વર્ષમાં પેમેન્ટ પુરૂ કરી દેવાનું અને ૨ કરોડ રૂપિયા ચુકવ્યે સાટાખત કરવાનું નકકી થયું હતું. એક સાહ પછી ૧૩૦૯૨૩ના રોજ વકીલ જે.કે.તાળાની ઓફીસે ભુપતભાઈ તેનો જમાઈ હીતેષ ખુંટ અને અલ્કાપુરીમાં રહેતા મિત્ર મોહસીન ત્રણેય ગયા હતા. ત્યાં આરોપી મનીષ, શૈલે, રવિ વાઘેલા અને જમીન માલીક ખેડૂત બનીને આવેલો શખસ ચારેય હાજર હતા. જયાં ખેડૂત બનેલા નકલી ઘુસાભાઈ સીતાપરા નામના શખસે નોટરાઈઝ સાટાખત કરી આપ્યું હતું. જેમાં જમીનનો સોદો ૫.૨૧ કરોડ રૂપિયા નકકી થયો હતો. સુથી પેટે ૧ લાખ રોકડા અને ૫૦–૫૦ લાખના બે ચેક આપવાનું નકકી થયું હતું. જો કે, મનીષે ચેક લેવાની ના પાડી અને રોકડા આપવાનું જણાવતા બીજા ૩૦ લાખ રોકડા આપ્યા હતા. તેમજ બીજી રકમ ન આપું ત્યાં સુધી ચેક રાખવા કહ્યું હતું.

ફરી બીજા દિવસે ૨૦ લાખ રૂપિયા રૈયારોડ પર સેનેટરી ટાવર ખાતે શૈલેષ, મનીષ અને ખેડૂત ઘુસાભાઈ નકલી શખસ આવીને લઈ ગયા હતા. ૧૫ દિવસ બાદ ૫૦ લાખ રૂપિયા કોટેચા સૌરાષ્ટ્ર્ર હાઈસ્કુલની બાજુમાં ટવીન ટાવર ખાતે મયુરભાઈ રાદડીયાની ઓફીસ ખાતેથી મનીષ, શૈલેષ, રવિ અને ખેડુત બનેલો ઘુસા નામનો શખસ આવીને લઈ ગયા હતા. એ સમયે મોહસીન અને મયુર હાજર હતા. સમય મર્યાદા મુજબ ૬ કટકામાં એક કરોડ ૯૦ લાખ રૂપિયાનું પેમેન્ટ ચુકવ્યું હતું અને આરોપીઓએ ફરીયાદી ભુપતભાઈને બન્ને ચેક પાછા આપી દીધા હતા. સાટાખત મુજબ ૬ માસમાં દસ્તાવેજ કરી આપવાનો અને દોઢ માસમાં પેમેન્ટ પુરૂકરવાની વાત થઈ હતી.

પેમેન્ટ ચુકવાયા બાદ ભુપતભાઈને ખબર પડી કે, તે છેતરાયા છે અને જેના નામે સાટાખત કરાયું છે તે ઘુસાભાઈ ખેડુત નહીં પણ અન્ય વ્યકિત છે તેથી દલાલ મનીષ અને શૈલેષનો સંપર્ક કર્યેા હતો. મનીષે કહ્યું કે, તમારે કોઈ લેવાદેવા નથી મારી ટંકારાના બંગાવાડી ખાતે જમીન વેચી તમને રૂપિયા આપી દઈશ બાકી રૂપિયા શૈલેષ પોતાની જમીન વેચીને આપી દેશે. એકાદ વર્ષનો સમય વિત્યા છતાં ટોકનના નાણા પરત ન આવતા અંતે ભુપતભાઈએ ચારેય શખસો સામે ગુનો નોંધાવતા પોલીસે રાજકોટમાં રહેતા મનીષ કચરાભાઈ દેત્રોજા, રવિ શૈલેષ અને ખેડુત બનેલા ઘુસાભાઈ નામના શખસની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે

જમીન કૌભાંડનો પર્દાફાશ ડે. મેયર નરેન્દ્રસિંહે કર્યેા
સોદો થયાના ચારેક માસ બાદ ભુપતભાઈ તેના મિત્ર મયુરભાઈની ઓફીસે હતા ત્યારે ત્યાં ઘંટેશ્ર્વરમાં રહેતા નરેન્દ્રસિંહ પૃથ્વીસિંહ જાડેજા ઓફીસ પર આવ્યા હતા ત્યારે તેમને ભુપતભાઈએ ઘંટેશ્ર્વરમાં ઘુસાભાઈની જમીન રાખી છે તેવું જણાવ્યું હતું. નરેન્દ્રસિંહે આ જમીન મારે પણ લેવાની હતી પરંતુ ઘુસાભાઈએ જમીન વેચવાની ના પાડી હતી તમને કયારે વેચી ? તેમ વાત કરતા ભુપતભાઈએ જમીન ખરીદયાનું સાટાખત બતાવ્યું હતું જેમાં નરેન્દ્રસિંહે ખેડુત ખાતેદાર તરીકે દર્શાવેલા ઘુસાભાઈ નામના વ્યકિતનો ફોટો જોતા તેણે કહ્યું કે, આ ઘુસાભાઈ નથી અન્ય કોઈ છે તેથી ફરિયાદી ભુપત અને મિત્ર મોહસીન બન્ને ઘંટેશ્ર્વર ઘુસાભાઈને ત્યાં ગયા હતા અને પોતે આવી કોઈ જમીનનો સોદો કર્યેા નથી અને ફોટો ઘુસાભાઈનો ન હતો આમ જમીન કૌભાંડનો પર્દાફાશ રાજકોટ મહાપાલિકાના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહે કર્યેા હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News