BREAKING NEWS

જામનગર : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ‘અનક્લેમ્ડ ફાઇનાન્શિયલ એસેટ્સ અભિયાન’અંતર્ગત મેગા કેમ્પ યોજાયો

  • October 20, 2025 02:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારત સરકારના નાણાં મંત્રાલયના માર્ગદર્શન હેઠળ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા  લીડ બેંક જામનગર દ્વારા શહેરના ટાઉનહોલ ખાતે જિલ્લા સ્તરીય અનક્લેમ્ડ ફાઇનાન્શિયલ એસેટ્સ અભિયાન હેઠળતમારી મૂડી, તમારો અધિકાર વિષયે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.


આ કેમ્પમાં જામનગર જિલ્લાની તમામ બેંકો અને નાણાંકીય સંસ્થાઓના પ્રતિનિધિઓ દ્વારા વિશેષ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. આ સ્ટોલ્સ પર જામનગર જિલ્લાના નાગરિકોને તેમની અનક્લેમ્ડ ડિપોઝિટ્સ, જૂના એકાઉન્ટ્સ અને ડીઇએએફ દાવાઓ સંબંધિત માહિતી, જરૂરી ચકાસણી અને સ્થળ પર જ તાત્કાલિક નિરાકરણ માટે સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.


આ મેગા કેમ્પનો જામનગર જિલ્લાના ૧૨૦ જેટલા નાગરિકોએ લાભ લીધો હતો. આ અભિયાનના ફળસ્વરૂપે કુલ ૫૫ લાભાર્થીઓના ‚ા.૫૨,૧૮,૨૪૫ના ક્લેમ પૈકી ૩૦ લાભાર્થીઓને રૂ.૩૦,૦૮,૫૧૨ની તેમની અનક્લેમ્ડ રકમ તથા એકાઉન્ટ સંબંધિત માહિતી મેળવવામાં અને જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવામાં મદદ મળી હતી. લીડ બેંક મેનેજર પ્રદીપ પટેલના માર્ગદર્શનમાં આયોજિત આ કેમ્પ જામનગર જિલ્લાના નાગરિકોને તેમની હકક અને મૂડી પાછી મેળવવામાં મદદરૂપ થયો હતો.


આ કેમ્પમાં નિવાસી અધિક કલેક્ટર ભાવેશ ખેર, સહિત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ડીજીએમ રાજેશ, એજીએમ શ્રીવાસ્તવ, સાવલિયા, બેંક ઓફ બરોડાના ડીઆરએમ સાહા, એલડીએમ પ્રદીપ પટેલ, ચીફ મેનેજર સત્યમ ભારતી, આરએસઇટીઆઇના નિયામક વિજય સિંહ આર્યા તથા એફએલસી કાઉન્સિલર ખોખર સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application