હિંદુઓ અને અન્ય લઘુમતીઓ વિરુદ્ધ હિંસાના મામલામાં બાંગ્લાદેશે પણ પાકિસ્તાનને પાછળ છોડી દીધું છે. કેન્દ્ર સરકારે શુક્રવારે રાજ્યસભામાં જણાવ્યું કે 8 ડિસેમ્બર સુધી બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય લઘુમતીઓ વિરુદ્ધ હિંસાના 2200 કેસ નોંધાયા છે. જ્યારે પાકિસ્તાનમાં ઓક્ટોબર સુધીમાં આવા કેસોની સંખ્યા 112 હતી.
બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં હિન્દુઓ પર હુમલાની ઘટનાઓ વધી રહી છે. સરકારે શુક્રવારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે આ વર્ષે 8 ડિસેમ્બર સુધી બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય લઘુમતીઓ વિરુદ્ધ હિંસાના 2,200 કેસ નોંધાયા છે.
વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે માનવાધિકાર સંગઠનોના ડેટાને ટાંકીને રાજ્યસભામાં એક લેખિત જવાબમાં કહ્યું કે આ વર્ષના ઓક્ટોબર સુધીમાં પાકિસ્તાનમાં હિંદુઓ અને અન્ય લઘુમતીઓ વિરુદ્ધ હિંસાના 112 કેસ નોંધાયા છે. ગયા વર્ષે બાંગ્લાદેશમાં લઘુમતીઓ વિરુદ્ધ હિંસાની 302 ઘટનાઓ નોંધાઈ હતી જ્યારે પાકિસ્તાનમાં વર્ષ 2023માં આવી 103 ઘટનાઓ નોંધાઈ હતી.
અન્ય દેશોમાં નથી નોંધાયા હિંસાના કેસ
મંત્રીએ કહ્યું કે પાકિસ્તાન અને બાંગ્લાદેશ સિવાય અન્ય પડોશી દેશોમાં લઘુમતીઓ વિરુદ્ધ હિંસાના કોઈ કેસ નોંધાયા નથી. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, 'ભારત સરકારે પાકિસ્તાનને ધાર્મિક અસહિષ્ણુતા, સાંપ્રદાયિક હિંસા, લઘુમતી સમુદાયો પર હુમલા રોકવા અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા પગલાં લેવા વિનંતી કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationક્રૂરતામાં પાકિસ્તાન કરતાં બાંગ્લાદેશ આગળ, હિંદુઓ અને અન્ય લઘુમતી પર હુમલાના 2200 કેસ
December 20, 2024 08:23 PMભોપાલના જંગલમાં કારમાંથી મળ્યું 52 કિલો સોનું: 11 કરોડની મળી રોકડ, બે દિવસમાં 51 સ્થળો પર દરોડા
December 20, 2024 06:49 PMGST કૌભાંડ મામલે રાજકોટ પોલીસે મહેશ લાંગાની કરી ધરપકડ
December 20, 2024 06:47 PMજાણો રામ મંદિર નિર્માણ કાર્ય ક્યારે પૂર્ણ થશે, જણાવ્યું મંદિરના મહાસચિવે
December 20, 2024 05:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech