બનાસકાંઠાના વાવ વિધાનસભાની પેટાચૂંટણીમા આખાં દિવસ દરમિયાન મતદારો દ્વારા ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો અને આજે સાંજે મતદાન પૂર્ણ થયું છે. વાવ વિધાનસભા બેઠક ના 192 મતદાન મથક કેન્દ્ર પરના 321 મતદાન મથકો પર 70.54% % મતદાન યોજાયું છે. વાવ વિધાનસભા બેઠકના 10 ઉમેદવારોના ભાવિ હવે EVM મશીનમા સીલ થઈ ગયા છે.
23 નવેમ્બરે થશે મત ગણતરી
બનાસકાંઠાના વાવ વિધાનસભા પેટાચૂંટણીમા આ વખતે કોંગ્રેસ ભાજપ અને અપક્ષ વચ્ચે ત્રી પાંખીયો જંગ જોવા મળી રહ્યો છે અને કોંગ્રેસ ભાજપ અને અપક્ષ ત્રણેય ઉમેદવારો પોતાની જીતનો દાવો કરતા નજરે પડી રહ્યા છે. વાવ બેઠક ઉપર ટોટલ 10 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે ત્યારે મતદાન પ્રક્રિયા આજે પૂર્ણ થઈ છે ને 23 નવેમ્બરે મત ગણતરી હાથ ધરાશે અને વાવ મા કયા પક્ષનો વટ રહેશે તે ખબર પડશે.
2022 વિધાનસભા ચૂંટણીમાં થયું હતું 75.02% મતદાન
વાત કરીએ ગુજરાત 2022 વિધાનસભા ચૂંટણીની તો વાવ બેઠક ઉપર 2022મા 75.02% મતદાન નોંધાયું હતું જેમાંથી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર અને હાલના સાંસદ ગેનીબેન ઠાકોર ને 1,02,513 વોટ મળ્યા હતા જ્યારે ભાજપ પક્ષના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર ને 86,912 વોટ મળ્યા હતા. 2022 વિધાનસભા સભા ચૂંટણીમા ગેનીબેન ઠાકોરનો 15,601 મતથી ભવ્ય વિજય થયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકામાં ફરી ફાઈરિંગ, ન્યૂ ઓર્લિયન્સમાં બે લોકોના મોત, 9 ઘાયલ
November 18, 2024 08:59 AMG20 સમિટમાં ભાગ લેવા PM મોદી પહોંચ્યા બ્રાઝિલ, કરવામાં આવ્યું ઉષ્માભર્યું સ્વાગત
November 18, 2024 08:55 AMફાયરિંગ, તોડફોડ અને અભદ્રતા; સીતાપુરમાં બીજેપી નેતાના ઘર પર હુમલો, પોલીસે 6 આરોપીઓની કરી ધરપકડ
November 17, 2024 06:09 PMબાલાઘાટઃ દુગલાઈના જંગલમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, એક જવાન ઘાયલ
November 17, 2024 06:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech