ખાંડની નિકાસ ઉપર સપ્ટેમ્બર સુધી પ્રતિબંધ: જનતાને રાહત
ખાંડની નિકાસ ઉપર સપ્ટેમ્બર સુધી પ્રતિબંધ: જનતાને રાહત
May 14, 2026 11:54 AM
કેન્દ્ર સરકારે ખાંડની નિકાસ પર મોટો નિર્ણય લીધો છે. સરકારે ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધી તાત્કાલિક અસરથી કાચી ,સફેદ અને શુદ્ધ ખાંડની નિકાસ પર પ્રતિબધં મૂકયો છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે યારે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક ઉર્જા ભાવ અને પુરવઠા શૃંખલામાં અસ્થિરતા આવી છે. એક જાહેરનામામાં, ડિરેકટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડએ જણાવ્યું હતું કે નિકાસ પ્રતિબધં સપ્ટેમ્બરના અતં સુધી અથવા આગામી આદેશો સુધી અમલમાં રહેશે. આ પગલું સરકારી નીતિમાં એક મોટો ફેરફાર છે, જે અગાઉ વધારાના ઉત્પાદનની અપેક્ષાએ મર્યાદિત ખાંડની નિકાસને મંજૂરી આપતી હતી.સરકારને ડર છે કે જો ચોમાસું અપેક્ષા કરતા ઓછું હોય અથવા ભૌગોલિક રાજકીય તણાવને કારણે ખાતરનો પુરવઠો ખોરવાય, તો ભારતની ખાંડની બેલેન્સ શીટ બગડી શકે છે. અપેક્ષિત ઓછા વરસાદ અને ખાતરની અછતને કારણે ૨૦૨૬–૨૭ દરમિયાન ઉત્પાદનમાં ઘટાડો થવાની આશંકા છે. ૨૦૨૫–૨૬ સીઝન માટે ખાંડનું ઉત્પાદન ૨૭.૫ મિલિયન ટન થવાનો અંદાજ છે. જૂના સ્ટોક (૫ મિલિયન ટન) સહિત, કુલ ઉપલબ્ધતા ૩૨.૫ મિલિયન ટન છે. સ્થાનિક વપરાશ ૨૮ મિલિયન ટન થવાનો અંદાજ છે, જે સિઝનના અંતે માત્ર ૪.૫ મિલિયન ટન સ્ટોક બાકી છે. ૨૦૧૬–૧૭ પછી આ સૌથી નીચું સ્તર છે. આ પાતળા બફર ને ધ્યાનમાં રાખીને, સરકારે સાવચેતીના પગલાં લીધાં છે