તથાગત બુધ્ધની ભૂમિ ગયા ખાતે ઇત્તર પ્રવૃત્તિઓ ઉપર લગાવો રોક

  • April 17, 2025 02:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



તથાગત બુધ્ધની ભૂમિ ગયા ખાતે ઇત્તર પ્રવૃત્તિઓ ઉપર  રોક લગાવવાની માંગણી સાથે પોરબંદરમાં સ્વયમ્ સૈનિકદળ દ્વારા જિલ્લા કલેકટર મારફતે રાષ્ટ્રપતિને આવેદન મોકલવામાં આવ્યુ છે.
સ્વયમ્ સૈનિકદળના યુવાનોએ અને આગેવાનોએ જિલ્લા કલેકટરને પાઠવેલા પત્રમાં જણાવ્યુ હતુ કે બૌધ્ધ સમુદાય દ્વારા બિહાર રાજ્ય સ્થિત બોધગયામાં ‘મહાબોધિ મહાવિહાર’ ને વિધર્મીઓથી મુક્તિની માંગણીને લઇને કેટલાય વર્ષો થી ભારત અને વિશ્ર્વના વિવિધ બૌધ્ધ સંગઠન અને બૌધિષ્ટો દ્વારા અલગ-અલગ સમય પર આંદોલન ચલાવવામાં આવ્યુ. પરંતુ આજ સુધી સરકાર, કોર્ટ કે કોઇ રાજનૈતિક સંગઠન દ્વારા આ વિષયમાં કોઇ ઠોસ પગલા ભરવામાં નથી આવ્યા.
આટઆટલા આંદોલનો, આવેદનો, પ્રાર્થનાપત્રો અને સરકાર પાસે માંગણી કરવા છતા કોઇ પગલા ભરવામાં ન આવતા ભારત અને વિશ્ર્વના બૌધ્ધ લોકો છેલ્લા ઘણા દિવસોથી બોધ ગયા ખાતે અનિશ્ર્ચિત સમય સુધી અનસન પર બેઠા છે.
સ્વયમ્ સૈનિક દળ (એસ.એસ.ડી.)ના માધ્યમથી ‘મહાબોધિ મહાવિહાર’  મુક્તિની માંગ કરતા મહત્વપૂર્ણ મુદ્ા રજૂ કરવામાં આવ્યા છે જેમાં જણાવાયુ છે કે 
‘મહાબોધિ મહાવિહાર’  જ એ સ્થળ છે જ્યાં વિશ્ર્વને શાંતિનો માર્ગ બતાવનારા તથાગત બુધ્ધિને જ્ઞાનની પ્રાપ્તિ થઇ હતી. આ ઘટનાને વિશ્ર્વના બૌધ્ધ વિચારધારાને માનવાવાળા લોકો માટે ‘મહાબોધી મહાવિહાર’ બહુ પવિત્ર સ્થાન અને ધરોહર છે.
આ ‘મહાબોધિ મહાવિહાર’ મહાન સમ્રાટ અશોક દ્વારા પાંચમી સદીમાં ઇંટોથી બનાવવામાં આવેલું વિહાર છે. જે ફકત એક ઇમારત જ નથી, ફકત પૂજાનું સ્થાન જ થી આ વિશ્ર્વના બૌધિષ્ટો માટે એક વિરાસત છે.પ્રાચીન સમયમાં ભારત એક બૌધ્ધ રાષ્ટ્ર હતુ, સમગ્ર ભારતમાં ધમ્મની ખુશ્બુ વહેતી હતી જેમાં આજનું બિહાર  મુખ્ય કેન્દ્ર માનવામાં આવે છે.વિશ્ર્વના કોઇપણ ધર્મસ્થાન પર એવું નથી જોવા મળ્યુ કે એના ઉપર અન્ય ધર્મના લોકો સંચાલન કરતા હોય, પૂજા કરતા હોય કે તેના નિયમ બનાવતા હોય !
આ બૌધ્ધોની આસ્થાનો વિષય હોવાની સાથે-સાથે એક વિશ્ર્વ ફલક પર વર્લ્ડ હેરીટેજ સાઇટ પણ છે. વિશ્ર્વભરના બૌધ્ધો માટે આ આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે.આ એક બૌદ્ધ સ્થાન છે પરંતુ અહીં બૌધ્ધ ધર્મની વિચારધારાની વિ‚ધ્ધની પ્રવૃત્તિઓ થતી કેટલાય વર્ષોથી જોવા મળે છે.બુધ્ધ ધમ્મની વિચારધારા માનવતાવાદી વિચારધારા છે, જે લોકો બુધ્ધ ધમ્મ નું પાલન કરે છે તેઓ જ બુધ્ધના માર્ગને સમજી શકે છે. આ સ્થાન પર બ્રાહ્મણ ધર્મની ગતિવિધિ થઇ રહી છે જે બૌધ્ધ વિચારધારાથી એકદમ વિપરિત છે. અહીં બ્રાહ્મણ ધર્મના લોકો દ્વારા પિંડદાન જેવી વિવેકશૂન્ય ગતિવિધિ થઇ રહી છે.વિશ્ર્વના કોઇપણ દેશમાં કોઇપણ ધર્મની ધરોહર, મંદિર કે પૂજાસ્થળ ઉપર વિધર્મી લોકો દ્વારા સંચાલન કરી શકાતું નથી. તો પછી  ‘મહાબોધિ મહાવિહાર’ના સંચાલન, પાલન, રખરખાવ, પૂજા વગેરે વિધર્મીયો દ્વારા કેમ કરવામાં આવે છે?
આજે ભારતમાં બૌધ્ધ સમુદાય લઘુમતિની સ્થિતિમાં છે. આજ લઘુમતી લોકો દ્વારા આટલા વર્ષો સુધી માંગણી કરવા છતા પણ સરકાર અને અદાલતના પક્ષપાતી વલણને કારણે  આ અવહેલના જોવા મળે છે.
ભારતના કેટલાય મંદિર, મસ્જિદ અને અન્ય ધર્મસ્થાનોના સંચાલત માટે તેમનું પોતાનું ટ્રસ્ટ છે અને તેમના  ધર્મના નીતિનિયમો અનુસાર તેઓ તેનું સંચાલન કરે છે તો પછી બૌધ્ધો માટે અલગ નિયમ અને કાનૂન શા માટે?
ઉપરના બધા મુદ્ાઓને ધ્યાને લઇ અમારી માંગણી છે કે ‘મહાબોધિ મહાવિહાર’ના સંચાલનના નામ પર જે હિન્દુ બ્રાહ્મણોએ કબ્જો કરી રાખ્યો છે તે કાનૂન (બોધ ગયા મંદિર એકટ ૧૯૪૯) પૂર્ણ ‚પથી ખતમ કરવામાં આવે. ‘મહાબોધિ મહાવિહાર’ને પૂર રીતે બૌધ્ધોને સોંપવામાં આવે. ‘મહાબોધિ મહાવિહાર’ના સંચાલન માટે એક ટ્રસ્ટ બનાવવામાં આવે જેનું સમગ્ર સંચાલન બૌધ્ધો દ્વારા કરવામાં આવે. આ વિષયમાં કોઇ પણ નિયમ કાનૂન બનાવવામાં આવે તો પહેલા બૌધ્ધ ભિખ્ખુઓ અને બુધ્ધિસ્ટ સંતો સાથે  ચર્ચા કરવામાં આવે અથવા તેમને સામેલ કરવામાં આવે.‘મહાબોધી મહાવિહાર’ પર કોઇપણ ગૈર બૌધ્ધ ગતિવિધિ થતી હોય તેને તાત્કાલિક ધોરણે રોકવામાં આવે. ‘મહાબોધિ મહાવિહાર’ના  સંચાલનમાં અન્ય કોઇપણ સકારી કે બિનસરકારી ધર્મ, સંગઠનનો કોઇપણ પ્રકારનો હસ્તક્ષેપ ન હોવો જોઇએ.  કોઇપણ નિયમો કે કાનૂન બનાવતી વખતે ભારતના સંવિધાનના આર્ટિકલ ૧૪,૧૫,૨૫,૨૬ અને ૨૯નું પૂર્ણ‚પથી પાલન કરવામાં આવે. 
આપના માધ્યમથી ન્યાયની અપેક્ષા રાખતા કહેવાનું કે જો ઉપરના મુદ્ા ઉપર યોગ્ય પગલા ભરવામાં નહી આવે તો આવનારા દિવસોમાં સમગ્ર ભારતમાં સ્વયમ્ સૈનિક દળ (એસ.એસ.ડી.) દ્વારા વિશ્ર્વવ્યાપી આંદોલન કરવામં આવશે.તેવી પણ ચેતવણી સ્વયમ્ સૈનિકદળ દ્વારા આપવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application