એક જ રાતમાં ધોરાજીના ફેરણી ગામ પાસે બીએસએનએલના મોબાઈલ ટાવરમાંથી 100 મીટર કેબલ વાયર અને ત્રણ કાર્ડ સહિત રૂ.40,700 ની જ્યારે જેતલસર ઓવર બ્રિજ પાસે મોબાઈલ ટાવર એથી 10,800 ની કિંમત કેબલ વાયરની ચોરી થયા અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.દરમિયાન રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે આ ચોરીમાં કેશોદના કેવદ્વા ગામના બે શખસોને ઝડપી લઇ આ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો.પોલીસની પુછતાછમાં આરોપીએ આઠ ચોરી કબૂલી હતી.પોલીસે આ બેલડી પાસેથી રૂ.1.07 લાખનો મુદામાલ કબજે કરી જરૂરી કાર્યવાહી કરી હતી.
ધોરાજીમાં કલ્યાણ સોસાયટી ટેલીફોન એક્સચેન્જ સામે રહેતા અને બીએસએનએલમાં સબ ડિવિઝનલ એન્જિનિયર તરીકે ફરજ બજાવનાર અમિતભાઈ દિલીપકુમાર ઠાકર (ઉ.વ 55) દ્વારા ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તારીખ 25-07 ના તેમના ટેકનિશિયનનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે રાત્રિના ફેરણી ગામ પાસે સ્વામિનારાયણ મંદિર પાછળ આવેલા આપણા બીએસએનએલના મોબાઈલ ટાવરમાં ચોરી થઈ છે. જેથી ફરિયાદી આ અંગે તપાસ કરતા માલુમ પડ્યું હતું કે રાત્રિના કોઈ શખસો અહીંથી મોબાઈલ ટાવરમાંથી ખુલ્લામાં 100 મીટર કોપર કેબલ તથા ત્રીજી સિસ્ટમના ત્રણ કાર્ડ મળી કુલ રૂપિયા 40,700 હતા ચોરી કરી ગયા છે. જે અંગે તેમણે ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.જ્યારે આ જ સમયગાળા દરમિયાન જેતપુર તાલુકાના જેતલસર ગામ ઓવર બ્રિજ પાસે બીએસએનએલના ટાવરમાંથી 100 થી 120 મીટરના કેબલ વાયર કે જેની અંદાજિત કિંમત રૂ.10,800 હોય તેની ચોરી થયા અંગે બીએસએનએલના જવાબદાર કર્મચારી વિશાલ પોપટભાઈ રાંક (ઉ.વ 36 રહે. ગોંડલ) દ્વારા જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ચોરીના આ બનાવોને લઇ રાજકોટ ગ્રામ્ય એલસીબી પીઆઇ વી.વી.ઓડેદરાની રાહબરી હેઠળ પીએસઆઇ ડી.જી.બડવા તથા તેમની ટીમના હેડ કોન્સ.દિવ્યેશભાઇ સુવા,નિલેશભાઇ ડાંગર,રાજુભાઇ સાંબડા,હરેશભાઇ પરમારને મળેલી બાતમીના આધારે મેરવદર ગામની સીમમાંથી રાજ ઉર્ફે રોકી જગદીશભાઇ ઉર્ફે જગાભાઇ મેઘનાથી અને મોહિત ઉર્ફે લાલો રતીભાઇ દેત્રોજા(રહે. બંને કેવદ્વા તા. કેશોદ) ને ઝડપી લઇ આ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો.
પોલીસે આરોપી પાસેથી કોપર કેબલ વાયર,મોબાઇલ થ્રીજી ટાવરના કાર્ડ,મોબાઇલ ફોન,બાઇક અને 21 કિલો કોપર સહિત કુલ રૂ.1.07 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.આ બેલડીની પુછતાછ કરતા તેણે આ બે ચોરી સહિત કુલ આઠ ચોરીને અંજામ આપ્યો હોવાની કબુલાત આપી હતી.આ બંને શખસો એક જ ગામના હોય અને મિત્રો હોય બંને બાઇક લઇ ગ્રામીણ વિસ્તારમાં આંટાફેરા કરતા અને તક મળતા જ સીમ વિસ્તારમાં મોબાઇલ ટાવરમાંથી કેબલ વાયરની ચોરી કરી આ વયાર સળગાવી તેમાંથી કોપર કાઢી વેચી નાખતા હતાં.આ અંગે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.
બેલડીએ દોઢ માસમાં કરેલી ચોરી
રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે તસ્કર બેલડી રાજ ઉર્ફે રોકી અને મોહીત ઉર્ફે લાલાને ઝડપી લીધા બાદ તેની પુછતાછ કરતા તેણે બીએસએનએલ ટાવરમાં આઠ સ્થળે ચોરી કયર્નિી કબુલાત આપી હતી.જેમાં પાંચ દિવસ પૂર્વે ફેરણી ગામે, છ દિવસ પૂર્વે જેતલસર ગામે, પંદર દિવસ પૂર્વે જેતપુરના મેવાસા ગામે 40 થી 50 મીટર કેબલ વાયરની ચોરી,એક મહિના પૂર્વે ઉપલેટાના મેખાટીંબી ગામે 40 થી 50 મીટર કેબલ વાયરની ચોરી,વીશ દિવસ પૂર્વે જેતપુરના ઉમરાળી ગામે, દોઢેક મહિના પૂર્વે ઉપલેટાના ઢાંક ગામે જીઓ ટાવરમાંથી 40 થી 50 મીટર કેબલ વાયર અને પંખવાડિયા પૂર્વે કુતીયાણા તાલુકાના સરાડીયા પાસે જીયો ટાવરમાંથી 30 થી 40 મીટર કેબલ વાયરની ચોરી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech