પ્રોજેક્ટ્સને ખૂબ રાહ જોવી પડતો હોવાનો કંગનાનો એકરાર
હિમાચલ પ્રદેશના મંડી લોકસભા સીટથી સાંસદ કંગના રણૌત માટે હવે પડકાર વધારે છે કારણ કે તે ફિલ્મો અને પોતાના પોલિટિકલ કરિયરની વચ્ચે સંતુલન વધારવાનો પ્રયત્ન કરી રહી છે.
કંગના રણૌત એક્ટ્રેસથી નેતા બની ગઈ છે. હિમાચલ પ્રદેશના મંડીથી સાંસદ બનેલી કંગના રાજનીતિની દુનિયામાં આવી ચુકી છે. સાંસદ બન્યા બાદ તેને સમજ આવવા લાગ્યું છે કે પોતાના ફિલ્મ કરિયરની સાથે પોતાની રાજનૈતિક જવાબદારીઓને બેલેન્સ કરવું એક મોટો પડકાર છે.
કંગના ઈન્ડસ્ટ્રીમાં ઘણી હિટ ફિલ્મો માટે ફેમસ છે. પરંતુ છેલ્લા થોડા સમયથી તે એક હિટ ફિલ્મ મેળવવા માટે તરસી ગઈ છે. જોકે તેણે હાલમાં જ પોતાની ડબલ જવાબદારીઓમાં આવનારી મુશ્કેલીઓ વિશે ખુલીને વાત કરી.
હિમાચલમાં કુદરતી આફતોના કારણે કંગના પોતાની રાજનૈતિક જવાબદારીઓ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કામમાં બેલેન્સ બનાવી રહી છે. કારણ કે તેના કારણે શેડ્યુલ વધારે ટાઈટ થઈ ગયું છે. કંગનાએ માન્યું કે રાજનીતિના કારણે કંગનાના ફિલ્મી કરિયર પર અસર પડી રહી છે.
કારણ કે તેમણે આ વાતને માની છે કે તેમના પ્રોજેક્ટ્સ પ્રભાવિત થઈ રહ્યા છે. તેમણે ઈન્ટરવ્યૂમાં કહ્યું, "મારી ફિલ્મો અને કામ પ્રભાવિત થઈ રહ્યું છે. મારા પ્રોજેક્ટ્સને રાહ જોવી પડી રહી છે. હું પોતાનું શૂટિંગ નથી કરી શકતી.
રાજનીતિ અને એક્ટિંગ કંગનાની પાસે બે મોટી જવાબદારીઓ છે. પરંતુ તેના બાદ પણ તે બન્ને પ્રકારના રસ્તા પર ચાલવા માટે તૈયાર છે. એક્ટ્રેસે જણાવ્યું કે હું બન્ને કામો માટે સંપૂર્ણ રીતે તૈયાર છું. અને જે વસ્તુને મારી વધારે જરૂર હશે અને જે વસ્તુ વધારે એન્ગેજ કરશે છેલ્લે હું એજ રસ્તો પસંદ કરીશ. પરંતુ હાલ તો મારા જીવનમાં ઘણુ બધુ થઈ રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationન્યુઝીલેન્ડ અને ભારત સામે હાર છતાં પાકિસ્તાન સેમિફાઇનલમાં પહોંચી શકે
February 24, 2025 03:19 PMઅમેરિકનો ઈંડાની કિંમતમાં વધારો થતાં હવે મરઘી ભાડે લઈ રહ્યા છે
February 24, 2025 03:18 PMનામ કમાવા સાથે રહેલા ઝડપાયા,દામ કમાનારની શોધ
February 24, 2025 03:16 PMરાજકોટ બસ પોર્ટથી જૂનાગઢની એસટી બસો ફૂલ પેક; કાલથી એક્સ્ટ્રા દોડાવાશે
February 24, 2025 03:13 PMજાસૂસી હજુ પણ ચાલુ છે: કિરોડી લાલ મીણાના પોતાની જ સરકાર પર પ્રહારો
February 24, 2025 03:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech