મેગીનો ઓર્ડર આપ્યાને અડધો કલાક થવા છતાં ન આપતા થારમાં મિત્રો સાથે આવેલા શખ્સે દુકાનદાર સાથે ગાળાગાળી કરી છરી ઝીકતાં અંગુઠો કપાયો: સામાપક્ષે દુકાનદારએ ગાળો આપી છરી ઝીકી હોવાની રાવ સાથે યુવક સિવિલમાં દાખલ થયો
શહેરના કાલાવડ રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરની સામે નકલંક હોટેલની બાજુમાં આવેલી બાલાજી ફાસ્ટ ફૂડ નામની દુકાનમાં ગ્રાહક અને દુકાન સંચાલક વચ્ચે બોલાચાલી થયા બાદ ઝઘડો થતાં સામસામે છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો જેમાં છરીનો ઘા દુકાન સંચાલક ને હાથમાં લાગી જતા અંગૂઠો કપાયો હતો જ્યારે સામા પક્ષે યુવકને માથાના ભાગે છરીનો ઘા લાગી જતા તેને પણ ઇજા થતાં બંનેએ સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ ભગવતીપરામાં દત્તાત્રેય સ્કૂલ પાછળ રહેતો જીગર ઉર્ફે જીગો જીલુભાઈ ગોગરા (ઉં.વ.30) નામનો યુવક રાત્રિના દોઢેક વાગ્યાના અરસામાં સ્વામિનારાયણ મંદિરની સામે આવેલી બાલાજી ફાસ્ટ ફૂડ નામની દુકાને મેગી ખાવા આવ્યો હતો ત્યારે દુકાનદાર વિપુલભાઈ તથા હાર્દિક નામના શખ્સે છરીથી હુમલો કરતા છરીનો ઘા માથાના ભાગે લાગી જતા સિવિલમાં દાખલ થયો હતો.
જ્યારે સામા પક્ષે બાલાજી ફાસ્ટફૂડના દુકાન સંચાલક બળવંતભાઈ ઘનશ્યામભાઈ રાજા (ઉં.વ. 50)નામના વેપારી પણ પોતાની ઉપર હુમલો થયાની રાવ સાથે લોહી લુહાણ હાલતમાં સિવિલમાં દાખલ થયા હતા. બંને બનાવવા અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવીયા નગર પોલીસને જાણ કરી હતી.
આ માથાકૂટ બાબતે જીગર ગોગરા એ જણાવ્યું હતું કે રાત્રે હું અને મારો કુટુંબિક ભાઈ વરુણ જીવણભાઈ જીલરીયા તથા બજરંગ વાડીમાં રહેતો મિત્ર સાહિલ સહિતના થાર લઈને સ્વામિનારાયણ મંદિર ની સામે બાલાજી ફાસ્ટ ફૂડ નામની દુકાને મેગી ખાવા ગયા હતા ત્યાં મેગીનો ઓર્ડર આપ્યોને અડધો કલાક જેટલો સમય થવા છતાં મેગી ન આપતા આ બાબતે દુકાનદાર ને કેટલી વાર છે ? તેમ કહી પૂછતા દુકાન સંચાલકે ગાળાગાળી કરી ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો.
જ્યારે હોસ્પિટલના બીછાને રહેલા બાલાજી ફાસ્ટ ફૂડના સંચાલક બળવંતભાઈ રાજા ના કહેવા મુજબ રાત્રિના પોતે દુકાને હતા ત્યારે જીગર સહિતના છ એક જણા મેગી ખાવા આવ્યા હતા અને ગ્રાહકો સાથે બોલાચાલી કરી ગાળો આપતા હોય આ બાબતે તેને સમજાવવા જતા મારી સાથે પણ ગાળાગાળી કરી બોલાચાલી કરવા લાગ્યા હતા અને પોતા પાસે રહેલી છરી થી હુમલો કરતા બંને હાથમાં ઇજા થઈ હતી અને એક હાથનો અંગૂઠો કપાઈ ગયો હતો.
પોલીસે બંનેના નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે બાલાજી મેગીના સંચાલક બળવંતભાઈ રાજા ઉપર થોડા મહિના પહેલાં પણ વાહન પાર્ક કરવા બાબતે છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. પરંતુ પોલીસ ફરિયાદ થઈ ન હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMટ્રમ્પનો યુ-ટર્ન: યુદ્ધવિરામના શ્રેય બાદ પાંચ જ દિવસમાં પલટી, કહ્યું - મેં માત્ર મદદ કરી
May 15, 2025 06:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech