બજાજ હાઉસીંગ ફાઈનાન્સના આઈપીઓએ કેટલાંક નવા રેકોર્ડ સર્જયા છે. આ આઈપીઓ આજે છેલ્લા દિવસે અનેકગણો છલકાયો હતો ા.૬૫૬૦ કરોડના આઈપીઓ સામે કંપનીમાં ૩.૨ લાખ કરોડથી વધુની રકમ ઠલવાઈ હતી. મહત્તમ કયુઆઈબી કેટેગરી ૨૨૨ વખત ભરવામાં આવી છે. યારે એનઆઈઆઈ કેટેગરી ૪૩.૯૨ ગણી ભરાઈ છે યારે છૂટક ભાગ લગભગ ૭.૩૨ ગણો ભરાયો છે. એકંદરે આ આઈપીઓ ૬૭.૩૭ ગણો ભરાયો છે. લગભગ ૭ ગણો રિટેલ શેર ભરવાને કારણે સામાન્ય રોકાણકારોને શેર ફાળવવાની શકયતા વધી ગઈ છે. આટલા મજબૂત સબસ્ક્રિપ્શન સાથે આઈપીઓના ગ્રે માર્કેટ પ્રીમિયમ માં મોટો ઉછાળો આવ્યો છે. જેને આ આઈપીઓમાં શેર લાગશે તેણે બખ્ખા થઇ જશે.
બજાજ હાઉસીંગ ફાઈનાન્સના આ આઈપીઓમાં શેર મેળવવા માટે ૮૯૧ લાખ ઈન્વેસ્ટરોએ અરજી કરી હતી તે નવો રેકોર્ડ છે આ પૂર્વે ટાટા ટેકનોલોજીના આઈપીઓએ ૭૩.૩ લાખ અરજીનો રેકોર્ડ સર્જયો હતો. બજાજ હાઉસીંગમાં ૮૯ લાખથી વધુ અરજી સાથે ૩૦૨ લાખ કરોડ પિયા એકત્રીત થયા હતા. આઈપીઓ ૬૭ ગણો છલકાયો હતો અરજીઓની સંખ્યા તથા બુક વેલ્યુ બન્નેમાં નવો રેકોર્ડ થયો હતો.
આઈપીઓનાં લીડ મેનેજર એકસીસ કેપીટલનાં આંકડાકીય રીપોર્ટ પ્રમાણે સંસ્થાકીય કેટેગરીમાં ભરણુ ૨૨૨ ગણા કરતા પણ વધુનુ થયુ છે.જયારે હાઈ નેટવર્થ (એસએનઆઈ) કેટેગરીમાં ૪૪ ગણો છલકાયો હતો. બજાજ ફાઈનાન્સ તથા બજાર ફીન સર્વીસનાં શેરહોલ્ડરો માટે અનામત કેટેગરીમાં ૧૭.૪ ગણુ ભરણુ થયુ છે. રીટેઈલ ઈન્વેસ્ટર કેટેગરીમાં તે સાત ગણાથી વધુ અને કર્મચારી કેટેગરીમાં બે ગણુ છે.
આઈપીઓ ખુલ્યાનાં આગલા દિવસે એન્કર ઈન્વેસ્ટરોને ા.૧૭૫૮ કરોડના શેર ફાળવવામાં આવ્યા હતા તે માટે પણ ૪૮૦૨ કરોડની બીડ થઈ હતી. શેરબજારનાં નિષ્ણાંતોનાં કહેવા પ્રમાણે કંપનીનો આઈપીઓ ૯ સપ્ટેમ્બરે ખુલ્યો હતો પ્રથમ દિવસે બે ગણો તથા બીજા દિવસે સાત ગણો ભરાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરની જીજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ સાથે કરી બબાલ, દંપતી સામે ગુનો નોંધાયો
February 24, 2025 01:26 PMજામનગરમાં કચરા ગાડીમાં કેરણ ભરવાનું કારસ્તાન
February 24, 2025 01:22 PMજામનગરમાં સાઈકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું
February 24, 2025 01:16 PMહવે વોટ્સએપ દ્વારા કરી શકાશે ઈ-FIR, અહીં નોંધાઈ પહેલી ફરિયાદ, પોલીસે કરી કાર્યવાહી
February 24, 2025 01:13 PMરાજકોટ : આજી નદી 2માં ગાંડીવેલનું સામ્રાજય, દૂર કરવા માટે મનપાએ હાથ ધરી કામગીરી
February 24, 2025 12:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech