જીવલેણ હુમલાના કેસમાં આરોપીઓના જામીન મંજુર

  • June 07, 2023 10:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આ કેસની હકીકત એવી છે કે, જામજોધપુર તાલુકાના બુટાવર ગામે ખાતે વસવાટ કરતા નીતાબેન સિદ્ધરાજસિંહ સોલંકીએ શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં એવી ફરીયાદ નો:ધાવેલ કે, તા.૧૧-૫-૨૦૨૩ના રાત્રીના સમયે તેઓ તેમના પતિ સિદ્ધરાજભાઇની રાહ જોઇને બેઠા હતા ત્યારે ફરીયાદીના પતિ સિદ્ધરાજ આવતાની સાથે જ આરોપી યુવરાજ દેવરાજભાઇ સોલંકી હાથમાં લોખંડનો પાઇપ લઇને આવેલ અનેફરીયાદનીા પતિ સિદ્ધરાજને માથાના ભાગે પાઇપ મારતા સિદ્ધરાજ પડી ગયેલ આ દરમ્યાન સિદ્ધરાજના પિતા પોપટભાઇ બહાર આવતા આ આરોપી યુવરાજે તેમના સંબંધીઓને બોલાવી લેતા ગમન સોલંકી છરી લઇને ત્યાંદેવરાજ સોલંકી લાકડાની લાકડી લઇને અને બાપાલાલ સોલંકી લાકડાનો ધોકો લઇને અને ભીખાભાઇ સોલંકી પણ લાકડાનો ધોકો લઇને આ શાનુબેન સોલંકી લાકડાનું બટકુ લઇને આવેલ અને સિદ્ધરાજને આડેધડ બધા માર મારવા લાગેલ આ દરમ્યાન સિદ્ધરાજના પિતા વચ્ચે પડતા યુવરાજ, બાપાલાલ, ભીખાભાઇએ છરીથી પોપટભાઇ ઉપર હુમલો કરેલ આ દરમ્યાન ફરીયાદનીા સાસુ વજુબેન વચ્ચે પડતા શાનુબેને વજુબેનને લાકડાના ધોકાથી માર મારેલ, આ દરમ્ાયન દેકારો થતા ફરીયાદીના કુટુંબીજનો ભેગા થઇ જતા આરોપીઓ ભાગી ગયેલ અને સિદ્ધરાજભાઇના મો.સા.ને તોડી નાખેલ અને તેમના સંબંધી વિપુલભાઇના ડેલામાં પણ આ હથીયારોથી નુકશાન કરેલ. અને આરોપીઓએ જતાં જતાં ફરીયાદી અને તેમના કુટુંબને જાનથી મારી નાખવાની ધમકી આપેલ તેફરીયાદ લખાવેલ જે ફરીયાદ દાખલ થતાં આરોપીઓની અટક કરવામાં આવેલ અને જેલ હવાલે કરવામાં આવેલ જેથી આરોપીઓએ જામીન અરજી દાખલ કરતા એડવોકેટની વિસ્તૃત દલીલોને ઘ્યાનમાં રાખીને અદાલતે આરોપી તરફે થયેલ રજુઆતો માન્ય રાખી અને આરોપીઓ યુવરાજ દેવરાજભાઇ ;સળોલંકી, શાંતાબેન શાનુબેન સોલંકી, ગમન સોલંકી, દેવરાજ સોલંકી, બાપાલાલ સોલંકી, ભીખાભાઇ સોલંકી, તમામને જામીન મુકત કરવાનો હુકમ કરેલ અન કેસમાં આરોપીઓ તરફેવકીલ રાજેશ ડી. ગોસાઇ, વિશાલ વાય. જાની, હરદેવસિ:હ આર. ગોહીલ,  રોકાયેલા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application