હત્યાનો પ્રયાસ કરનાર આરોપીઓના જામીન મંજુર

  • November 02, 2023 12:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના હિતેશ સોમાભાઇ ચાવડા તથા તેના ૩ મિત્રો વિરુઘ્ધ હત્યાના પ્રયાસ અંગે રાજકોટ ગ્રામ્ય પોલીસમાં ફરીયાદ નોંધાઇ હતી, જે કેસ અંતર્ગત આરોપીઓને જામીન મુકત કરવાનો અદાલતે હુકમ કર્યો છે.
કેસની વિગત મુજબ હિતેશ ચાવડાના લગ્ન રાજકોટ ખાતે થયેલા અને તેમની પત્ની ત્યાં રીસામણે હોય તેના બે સંતાન જામનગર મુકામે આરોપી હિતેશ ચાવડા સાથે લેતા હતા, દરમ્યાન એક સંતાન શ્રેયાનો જન્મ દિવસ હોવાથી હિતેશની પત્ની જામનગર આવીને પોતાના બંને સંતાનોને લઇને જતી રહેલ જેની જાણ આરોપી હિતેશને થતા તેમના ૩ મિત્રો રાજેન્દ્રસિંહ જાડેજા, ધમો ભાંભેડો અને દેવાંગ ખાડો ને લઇને પોતાની થાર ગાડી લઇને તેના સાસરે ગયેલા  ત્યાં બોલાચાલી દરમ્યાન હિતેશ ચાવડાએ પોતાની થાર ગાડી સસરા પર ચડાવી ગંભીર ઇજાઓ કરી હત્યાનો પ્રયાસ કરેલ. આ બનાવ સબંધે રાજકોટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હતો.
આ કેસ અંતર્ગત આરોપીએ પોતાના વકિલ મારફત જામીન અરજી કોર્ટમાં કરી હતી જે અનુસંધાને બચાવ પક્ષના વકિલની વિસ્તૃત દલીલોને ઘ્યાને લઇને હિતેશ ચાવડા અને રાજેન્દ્રસિંહ જાડેજાને જામીન મુકત કરવાનો એડી. સેસન્સ જજ એસ.વી. શર્માએ હુકમ કર્યો હતો, આ કેસમાં આરોપી તરફે વકિલ કિરણ બગડા, ડી.બી. બગડા, જયન ડી. ગણાત્રા તથા હેલ્પીંગમાં ટ્રેની પાર્થ કિરણ બગડા રોકાયા હતા.
**
હત્યાના પ્રયાસના કેસમાં મુખ્ય આરોપી જામીન મુકત
જામનગરના નવાગામ ઘેડમાં રહેતા કિરણ કારાભાઇ વાઘેલા નામના દલિત યુવાન પર હથિયારો વડે થયેલ હુમલાના કેસમાં મુખ્ય આરોપી જગદીશ ખીમજી વાઘેલાને ડીસ્ટ્રીક એન્ડ સેસન્સ જજ એ જામીન મુકત કરવાનો હુકમ કર્યો છે.
નવાગામ ઘેડમાં રહેતા કિરણ કારાભાઇ વાઘેલા નામના દલિત યુવાન સાથે અગાઉનું જુનુ મનદુ:ખ હોય, તેના કારણે કેશુ ખીમજ વાઘેલા, જગદીશ ખીમજી વાઘેલા પ્રાણઘાતક હથિયારો વડે કિરણભાઇ પર હુમલો કરેલ આ બાબતની ફરીયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અને આ અંગે પોલીસ દ્વારા બંનેની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યા હતા.
જે પૈકીના મુખ્ય આરોપી જગદીશ ખીમજી વાઘેલાએ પોતાના વકીલ મારફત અદાલતમાં જામીન અરજી દાખલ કરતા આરોપીના એડવોકેટની વિસ્તૃત દલીલોને ઘ્યાને લઇને ડીસ્ટ્રીક એન્ડ સેસન્સ જજ સુભદા બક્ષીએ આરોપીના જામીન મંજુર કર્યા છે, ઉકત કેસમાં આરોપી તરફે વકિલ કિરણ બગડા, જયન ડી. ગણાત્રા તથા હેલ્પીંગમાં ટ્રેની પાર્થ કિરણ બગડા રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application