અગ્નિકાંડના છ આરોપીની હાઇકોર્ટમાં જામીન અરજીમાં તા. ૮ની મુદત પડી

  • January 04, 2025 03:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ સહિત સમગ્ર દેશમાં ચકચાર જગાવનારા ટીઆરપી ગેમઝોન અિકાંડમાં જેલહવાલે રહેલા બે ભાઈ અને મહાપાલિકાના સસ્પેન્ડ ચાર અધિકારી વગેરે છની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધા બાદ હાઇકોર્ટમાં જામીન અરજી કરાતા સુનાવણી આગામી મુદત તા. ૮ જાન્યુઆરીએ રાખવામાં આવી છે.
આ અંગેની હકીકત મુજબ રાજકોટમાં કાલાવડ રોડ નજીક મોકાજી સર્કલ પાસે આવેલ ટીઆરપી ગેમઝોન અિકાંડમાં નાના બાળકો અને ગેમઝોનના કર્મચારીઓ સહિત ૨૭ લોકો ભડથું થઈ ગયા હતા. આ બનાવને ગંભીરતાથી લઈ ટીઆરપી ગેમઝોનના ભાગીદારો, સંચાલકો અને મહાનગરપાલિકા અધિકારીઓ સહિત ૧૫ શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. બાદ અશોકસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા, ફાયર ઓફિસર ઇલેશ ખેર, ચીફ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠીયા, આસી. ટાઉન પ્લાનિંગ ઓફિસર રાજેશ મકવાણા, આસી. ટાઉન પ્લાનિંગ ઓફિસર જયદિપ ચૌધરીએ કરેલી જામીન અરજી સેશન્સ કોર્ટે નામંજૂર કરી હતી, જેથી છએ આરોપીઓએ હાઇકોર્ટમાં રેગ્યુલર જામીન મેળવવા અરજી કરી હતી. જેમાં આરોપીના વકીલે મુદત માંગતા વિશેષ સુનાવણી તા. ૮ જાન્યુઆરીના રોજ રાખવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટમાં સરકાર પક્ષે સ્પે. પી.પી. તરીકે વિરાટ પોપટ અને હતભાગી પરિવારો વતી વકીલ તરીકે નરેન્દ્રસિંહ જાડેજા તથા ભાવેશ હજારે રોકાયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application