રાજકોટમાં 51 કિલો ગાંજાની સપ્લાયના બોટાદના આરોપીની જામીન અરજી મંજુર

  • April 02, 2025 02:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં 51 કી.ગ્રા.ગાંજાના ગુનામાં ઝડપાયેલા આરોપીઓ પૈકી બોટાદના સપ્લાયરની રેગ્યુલર જામીન અરજી સ્પેશિયલ એનડીપીએસ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી છે.

રાજકોટમાં પોલીસે બાતમીના આધારે જંગલેશ્વર મેઈન રોડ ઉપર હુશેની ડેરી પાસે આવેલ મકાનમાંથી રફીક યુનુષભાઈ જુણેજા અને અસલમ ગુડુભાઈ સૈયદને 51 કી.ગ્રા. ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધા બાબતે સપ્લાયર તરીકે પકડાઇને હવાલે થયેલા બોટાદના આરોપી સાજીદ ઉર્ફે ભીખો રહીમભાઈ તરકવાડિયાની જામીન અરજી સ્પેશિયલ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી છે.

ગાંજાનો જથ્થો રફીક જુણેજા અને અસલમ સૈયદે જાવીદ જુસબભાઈ જુણેજા પાસેથી મંગાવ્યાની કબુલાતના આધારે પોલીસે જાવેદ જુનેજાની અટક કરી હતી. તેની પૂછપરછમાં સપ્લાયર તરીકે સૈયદ અશરફભાઈ તૈલી અને બોટાદના સાજીદ ઉર્ફે ભીખો રહીમભાઈ તરકવાડીયાનું નામ ખુલતા તેની પણ ધરપકડ થઈ હતી. એનડીપીએસના ગુનામાં ઝડપાયેલા આરોપીઓની રિમાન્ડ અરજી રદ થતા જેલ હવાલે કરાયા હતા. જેલ હવાલે રહેલા પૈકી બોટાદના સાજીદ ઉર્ફે ભીખો તરકવાડીયાએ પોતાના એટવોકેટ મારફત રાજકોટની સ્પેશયલ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજુઆત બાદ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલ અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ કોર્ટ દ્વારા આરોપીને રૂ. 50 હજારના રેગ્યુલર જામીન પર મુક્ત કરવા હુકમ કર્યો હતો. આ કેસમાં આરોપી વતી રાજકોટના યુવા એડવોકેટ ગૌરાંગ પી. ગોકાણી, વૈભવ બી. કુંડલીયા, શિવરાજસિંહ જાડેજા અને લીગલ આસી. તરીકે જયદિપ ડી. ગઢિયા રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application