જામનગરમાં બફારો: તાપમાન 36.5 ડીગ્રી

  • May 08, 2024 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગઇકાલે આખો દિવસ જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લાના ગામડાઓમાં આકરો તાપ: 60 કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો


જામનગરમાં છેલ્લા 10 દિવસથી સુર્યદેવતા ધીરે-ધીરે ગરમ થતાં જાય છે, ફરીથી કાળઝાળ ગરમી શ થઇ છે અને તાપમાન 37 ડીગ્રી નજીક પહોંચી ગયું છે. એટલું જ નહીં 60 કિ.મી.ની ઝડપે ગઇકાલે ઠંડો પવન ફુંકાતા લોકોને ગરમીમાં રાહત થઇ હતી, ગુજરાતના અન્ય શહેરોમાં તાપમાન 40 થી 43 ડીગ્રી રહ્યું હોય, જામનગરનું તાપમાન 36.5 ડીગ્રીએ પહોંચ્યું હતું તેથી લોકોને રાહત થઇ હતી, હજુ બે દિવસ હીટવેવની આગાહી હવામાન ખાતાએ કરી છે.



કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્‌યા મુજબ મહત્તમ તાપમાન  36.5 ડીગ્રી, લઘુતમ તાપમાન 27.5 ડીગ્રી, હવામાં ભેજ 83 ટકા અને પવનની ગતિ 55 થી 60 કિ.મી. પ્રતિકલાક રહી હતી.



જામનગર સહિત સમગ્ર ગુજરાત અગનભઠ્ઠી બન્યું છે, ગઇકાલે અમરેલીમાં 42 ડીગ્રી નોંધાઇ હતી, અમુક રાજયોમાં 41 થી 43 ડીગ્રી ગરમી હતી, હવામાન ખાતુ કહે છે કે હજુ પણ એકાદ અઠવાડીયા સુધી લુ લાગશે અને આકાશમાંથી અગનગોળા વરસશે.  જયારે-જયારે કોઇ વ્યકિતને ચકકર આવતા, ઉલ્ટી-ઉબકા જેવું થાય ત્યારે તેઓએ તાત્કાલીક અસરથી નજીકના સરકારી કે ખાનગી દવાખાનામાં જવું અને દવા લેવી તેમ પણ ડોકટરોએ જણાવ્યું છે.



આજ સવારથી જ ફરીથી બફારો શ થયો છે, જો કે ગઇકાલે સાંજે 60 કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફુંકાતા લોકોને ગરમીથી રાહત થઇ હતી, પરંતુ આજ સવારથી જ હવામાં ભેજ 83 ટકા હોય લોકોને બફારાનો સામનો કરવો પડયો છે.


જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લાના તંત્ર વાહકોને સચેત રહેવા જામનગરના કલેકટર તથા દ્વારકાના કલેકટર સહિતના અધિકારીઓએ માર્ગદર્શીકા પણ જાહેર કરી છે, ડોકટરોના કહેવા મુજબ સતત પાણી પીતા રહેવું, લીંબુ પાણી અને નાળીયેર પાણીનો પણ ઉપયોગ કરવો, તડકા દરમ્યાન ચકકર આવે તો તાત્કાલીક અસરથી નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા ડોકટરોનો સંપર્ક કરવો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application