કાળાતળાવ નજીકથી વિદેશી દારૂની નાની-મોટી બોટલ નંગ-૩૬૦ અને બિયર ટીન નંગ-૨૪ કિ.રૂ.૩,૪૪,૩૮૮ તેમજ ટ્રક સહિત કુલ કિ.રૂ.૧૩,૪૪,૮૮૮ ના મુદ્દામાલ સાથે એક શખ્સને ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો હતો.
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગ માં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે, રમેશ ઉર્ફે બાદશાહ ગોહેલ રહે. મફતનગર, સ્ટીલ કાસ્ટ પાસે, રૂવાપરી રોડ,ભાવનગર તેના કબ્જા-ભોગવટાના ટ્રક રજી.નંબર-ૠઉં-૨૭-ઝઉ ૨૪૫૪માં વિદેશી દારૂનો જથ્થો ભરીને સનેસ ચોકડી તરફથી ભાવનગર તરફ આવવાનો છે. જે બાતમી આધારે કાળાતળાવથી નિરમા કંપની તરફ જવાના ત્રણ રસ્તે ભાવનગર તરફ જવાના નાકા ઉપર વોચ રાખી દારૂની નાની-મોટી અલગ-અલગ કંપની સીલપેક પ્લાસ્ટીક તથા કાચની ફોર સેલ ઇન મહારાષ્ટ્ર સ્ટેટ ઓન્લી લખેલ બોટલો અને બિયર ટીન સાથે રમેશ ઉર્ફે બાદશાહ તળશીભાઇ ગોહેલ (ઉ.વ.૪૫ ધંધો-ડ્રાયવીંગ રહે.મફતનગર, સ્ટીલ કાસ્ટ પાસે, રૂવાપરી રોડ, ભાવનગર)ને ઝડપી લઇ ડી.એસ.પી બ્લેક ડીલકસ વ્હીસ્કી ૨ લીટરની બોટલ નંગ-૫૪ કિ.રૂ.૮૭,૮૦૪, ડી.એસ.પી બ્લેક ડીલકસ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ-૭૨ કિ.રૂ.૪૩,૮૪૮, સીગ્રામ ઇમ્પીરીયલ બ્લ્યુ સુપીરીયર ગ્રેઇન વ્હીસ્કી ૨ લીટરની બોટલ નંગ-૫૪ કિ.રૂ.૮૦,૮૯૨, બેગપાઇપર ડીલકસ વ્હીસ્કી ઓરીજનલ ક્વોલીટી ૧ લીટરની બોટલ નંગ-૧૮૦ કિ.રૂ.૧,૨૯,૦૬૦, કિંગફીશર સ્ટ્રોંગ પ્રીમીયમ બિયર લખેલ કંપની સીલપેક ૫૦૦ ખક બિયર ટીન નંગ-૨૪ કિ.રૂ.૨,૭૮૪, ફોલ્ડર ફાઇલમાંથી ટ્રકની રજી.બુક, ટેકસ રીસીપ્ટ, નેશનલ પરમીટનું ફોર્મ-૪૭, વાહન રજીસ્ટર ફોર્મ-૨૪, વીમાની પહોંચ, ફિટનેસ સર્ટીફિકેટ, પી.યુ.સી. સર્ટીફીકેટની નકલ કિ.રૂ.૦૦, અશોક લેલન્ડ કંપનીનો રજી.નંબર-ૠઉં-૨૭-ઝઉ ૨૪૫૪ ટ્રક કિ.રૂ.૧૦,૦૦,૦૦૦ તેમજ મોબાઇલ ફોન કિ.રૂ.૫૦૦મળી કુલ કિં.રૂ.૧૩,૪૪,૮૮૮ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ઝડપાયેલા આરોપી સામે ઘોઘા પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૧૯૮૦૨૦૨૪૦૧૦૯/૨૦૨૪ પ્રોહી એક્ટ કલમ:-૬૫ એ,ઇ,૧૧૬ બી, ૯૮(૨) મુજબનો ગુન્હો નોંધાયો હતો.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના ઘનશ્યામભાઇ ગોહિલ, સાગરભાઇ જોગદિયા, અનિરૂધ્ધસિંહ ડાયમા, વિઠ્ઠલભાઇ બારૈયા, અનિલભાઇ સોલંકી, સંજયભાઇ ચુડાસમા તેમજ પ્રજ્ઞેશભાઇ પંડયા સહિતના જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech