મોટી કુંકાવાવ ગ્રામ પંચાયતના અણઘડ વહીવટથી ભૂગર્ભ ગટરના પાણી નળ કનેકશનમાં ભળ્યા

  • April 22, 2023 12:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોટી કુંકાવાવના નાજાપુર દરવાજા વિસ્તારના રહીશોના નળ કનેકશનમાં ભુગર્ભ ગટરના પાણી ચડતા લોકોના આરોગ્ય ઉપર ખતરો ઉભો થાય તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. આ વિસ્તારના લોકોના પાણીના ટાંકાઓમાં ગટરના પાણી ચડતા ટાંકામાં અતિશય દુર્ગંધ મારે છે આ પાણી પીવાલાયક તો નથી પણ નાહવાના ઉપયોગમાં લઇ શકાય તેમ નથી આ દુષિત પાણીના હિસાબે રોગચાળે ઉભો થવાનો ભય ઉભો થયો છે. કુંકાવાવમાં પણ આ દુષિત પાણીના હિસાબે રોગચાળો ફાટી નિકળવાની શકયતા હોય જિલ્લા આરોગ્ય વિભાગ તેમજ જિલ્લા વિકાસ અધિકારી યોગ્ય પગલાં લે તેવી માગ ઉઠવા પામી છે.
હાલમાં ગ્રામ પંચાયત દ્વારા ખાળીયા ગટરની કામગીરી ચાલે છે. જેમાં ગટરની કામગીરીમાં લોટ પાણીને લાકડા કરવામાં આવે છે. ગટરની કામગીરીમાં ખાળીયા ગટર નીચે સિમેન્ટ રેતીનો માલ નાખવો જોઇએ પરંતુ સત્તાધીશો દ્વારા ગટરને ગરમ બેસાડી દેવામાં આવે છે. ગટર ઉપર સિમેન્ટ રેતીનો માલ નાખી ફિટ કરી દેવામાં આવે છે અને રેતી પણ હલકી ગુણવત્તા વાડી વાપરવામાં આવે છે. આ ગટરનું કામ એકદમ હલકી ગુણવત્તાવાળું થઇ રહ્યું છે. આ બાબતમાં પણ જિલ્લા વિકાસ અધિકારી કડકાઇથી કામ કરાવે એ લોક માગણી ઉઠવા પામી છે.ગ્રામ પંચાયત દ્વારા હાલમાં ૨થી ૩ વિસ્તારમાં બ્લોક રોડની કામગીરી ચાલે છે જેમાં બ્લોક રોડના એવા નિયમ હોય છે કે તળિયા ઉપર કાં તો રોડ કોંક્રિટ કરવામાં આવે અથવા મેટલ પાથરી તેના ઉપર રોલર ફેરવામાં આવે જેથી રોડ ખુલે નહીં અથવા તો બેસે નહીં પણ આવી કોઇ કામગીરી આ રોડમાં કરવામાં આવતી નથી. આ કામના સીધે સીધા મેટલ નાખી જીણી કપચી નાખી બ્લોક બેસાડી દેવામાં આવે છે આ માટે પણ જિલ્લા વિકાસ અધિકારી ઘટતું કરે એવી પણ માગ ઉઠી છે.ગ્રામ પંચાયત દ્વારા નળ કનેકશન ગ્રાહકોને પાંચ દિવસે એક કલાક પાણી આપવામાં આવે છે એ પણ પુરતું તો નહીં જ પાંચ દિવસના હિસાબે એક દિવસનું પાણી બાર મિનિટ આવે તો ૧૨ મિનિટના પાણીમાં લોકો કેવી રીતે પુરું કરે પાણીનો સમય વધારવામાં આવે અથવા તો એક કલાકને બદલે દોઢ કલાક પાણી આપવામાં આવે તો લોકોને એની જ‚રિયાત મુજબ પાણી મળી રહે બાર મિનિટના પાણીમાં તો પહેલી કહેવત નાયેંગે કયા ઓર નિચોયેગા કયા જેવો ઘાટ થઇ રહ્યો છે તો ગ્રામ પંચાયત સતાધીશો આ બાબતે ઘટતું કરે એવી માગણી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application