ખંભાળિયાના દાતા ગામે અતિભારે વરસાદના કારણે વિકટ પરિસ્થિતિ

  • July 22, 2023 01:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા - જામનગર હાઈવે પર ગઈકાલે શુક્રવારે મુશળધાર વરસાદ વરસ્યો હતો. આશરે પાંચ થી છ ઈંચ સુધી ખાબકેલા આ વરસાદના કારણે દાતા તથા આસપાસના વાડી વિસ્તારમાં લોકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. આ વિસ્તારની નદી બે કાંઠે વહી હતી અને કેટલાક નીચાણવાળા મકાનોમાં ગોઠણબુડ પાણી ફરી વળતા ઘરવખરીને નુકસાની થવા પામી હતી. એટલું જ નહીં, દાતા ગામ નજીકનો કોઝવે ધોવાઈ જતા અને આ માર્ગ પર પાણી ફરી વળતા થોડો સમય વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application