સાપના ડંખથી બાળકીનું મોત, એમ્બ્યુલન્સ અધવચ્ચે મૂકી જતા માતા-પિતા મૃતદેહને ઉપાડીને 10 કિમી ચાલ્યા

  • May 29, 2023 10:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તમિલનાડુના વેલ્લોર જિલ્લાનું અલેરી પહાડી ગામ હજુ પણ મૂળભૂત સુવિધાઓથી વંચિત છે. એક બાળકી સાપ કરડવાથી મૃત્યુ પામી કારણ કે ત્યાં કોઈ પાકો રસ્તો ન હતો. બાળકીના માતા-પિતાને હોસ્પિટલ પહોંચવા માટે લગભગ 10 કિલોમીટર ચાલીને જવું પડ્યું હતું.


ધનુષ્કા નામની બાળકી સાપના ડંખથી મૃત્યુ પામી હતી કારણ કે ગામમાં યોગ્ય રસ્તાના અભાવે તેના માતાપિતાને હોસ્પિટલ પહોંચવામાં સમય લાગ્યો હતો.


ગ્રામજનોએ જણાવ્યું કે, પોસ્ટમોર્ટમ બાદ તેનો મૃતદેહ તેના માતા-પિતાને સોંપવામાં આવ્યો હતો, પરંતુ રસ્તાની સુવિધાના અભાવે એમ્બ્યુલન્સે તેમને તેમના ગંતવ્ય સ્થાનથી 10 કિમી દૂર મુકી દીધા હતા, ત્યારબાદ બાળકનો મૃતદેહ લઈને તેના માતા-પિતા પગપાળા ચાલીને ઘરે પહોચ્યા હતા.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application