ચીનમાં ૪ ઈંચ લાંબી પૂછડી સાથે જન્મ્યું બાળક

  • March 18, 2024 12:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચીનની હાંગઝોઉ ચિલ્ડ્રન હોસ્પિટલમાં ચાર ઈંચ લાંબી પૂંછડી સાથે એક બાળકનો જન્મ થયો છે. તેને જોઈને માતા–પિતાની સાથે ડોકટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. રિપોર્ટ અનુસાર હોસ્પિટલના ડોકટર લીનું કહેવું છે કે પૂંછડી સાથે બાળકનો જન્મ થવો ખૂબ જ દુર્લભ છે. અગાઉ અમને શંકા હતી કે કદાચ તે બાળકની કરોડરુ છે, જે પૂંછડી જેવી દેખાતી હતી, પરંતુ યારે કરોડરુનું એમઆરઆઈ સ્કેન કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે તે એક વધારાનું અગં છે.

ડોકટરોનું કહેવું છે કે ગર્ભાશયમાં અમુક અવયવો ખૂબ જ ઝડપથી વિકાસ પામે છે અને આ પ્રક્રિયાને રોકી શકાતી નથી ત્યારે આવી સ્થિતિ સર્જાય છે. કરોડરુ આસપાસના પેશીઓ સાથે જોડાયેલ છે. યારે તે સ્પાઇનલ કેનાલમાં સરળતાથી ખસેડી શકતું નથી, ત્યારે આવા વધારાના અવયવો બને છે. તેનાથી અનેક પ્રકારની ન્યુરોલોજીકલ સમસ્યાઓ થઈ શકે છે. આવો કિસ્સો ૧૦ લાખમાંથી એક બાળકમાં જોવા મળે છે.
ચીનમાં ૨૦૧૪માં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. ત્યારે જન્મના પાંચ મહિના બાદ નુઓ નુઓ નામના બાળકની પૂંછડી બહાર આવી હતી. જન્મ સમયે બાળકની કરોડરુ વચ્ચે એક ગેપ રહી ગયો હતો. ત્યાંથી પૂંછડી નીકળી. તેની માતાએ પૂંછડી હટાવવાનો આગ્રહ કર્યેા, પરંતુ ડોકટરોએ એમ કહીને ના પાડી દીધી કે પૂંછડી બાળકની નર્વસ સિસ્ટમ સાથે જોડાયેલી છે. જો તેને દૂર કરવામાં આવે તો તે ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે. બે વર્ષ પહેલા મેકિસકોની એક સરકારી હોસ્પિટલમાં લગભગ ૨.૨ ઈંચની પૂંછડી સાથે એક બાળકીનો જન્મ થયો હતો. પૂંછડીની ચામડી વાળથી ઢંકાયેલી હતી. તેમાં સ્નાયુઓ અને ચેતા પણ હતા. યારે તેની પૂંછડીને સોય અડી ત્યારે છોકરી રડી પડી. એકસ–રે રિપોર્ટમાં ખબર પડી કે પૂંછડીમાં હાડકું નથી. તે શરીરનો બિનજરી અગં છે. પૂંછડી બાળકની નર્વસ સિસ્ટમ સાથે જોડાયેલી ન હતી, તેથી તેને શક્રક્રિયા દ્રારા દૂર કરવામાં આવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News