દરેડમાં પ્રેમસબંધના મનદુ:ખમાં બબાલ: પાંચ શખ્સને ઇજા

  • October 10, 2024 11:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાઇપ, લાકડી અને પટ્ટી વડે કરાયો હુમલો : સામ સામી નોંધાવાતી પોલીસ ફરીયાદ


દરેડ વિસ્તારમાં પ્રેમસબંધના મનદુ:ખના કારણે બે ચારણ જુથ વચ્ચે માથાકુટ થઇ હતી જેમા પાઇપ, લાકડી અને લોખંડની પટ્ટી વડે હુમલો કરીને એકબીજાને ઇજા કયર્નિી સામ સામે પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે આ હુમલામાં કુલ પાંચ વ્યકિતને ઇજા થતા સારવાર અર્થે જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા પોલીસ દ્વારા બંને પક્ષની ફરીયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે.


દરેડ ગામ ચારણનેશ ખાતે રહેતા ડાયાભાઇ આલાભાઇ ગુજરીયા (ઉ.વ.24) નામના યુવાનને યુવતિ સાથે પ્રેમસબંધ હોય અને તેની સાથે અગાઉ ભાગીને જતા રહેલ હોય એ વાતનું મનદુ:ખ રાખીને ગઇકાલે સાંજે આરોપીઓએ ફરીયાદીના ભાઇ રણછોડભાઇને નીલગીરી ગોલાઇ પાસે પાઇપ અને લાકડી વડે માર મારી શરીરે અને માથાના ભાગે ઇજા કરી હતી તેમજ બંને હાથમાં ફ્રેકચર અને મુંઢ માર માર્યો હતો.


ત્યારબાદ આ બનાવની ફરીયાદીને જાણ થતા તેના ભાઇ ગોવિંદ સાથે આવતા હોય અને રસ્તામા દરેડ બસ સ્ટેન્ડ પાસે ભેગા થઇ જતા ડાયાભાઇ તથા તેના ભાઇ ગોવિંદને પાઇપ અને લાકડી વડે માર મારી ઇજાઓ પહોચાડી હતી આ હુમલામાં ગોવિંદને માથાના ભાગે 8 થી 10 ટાંકા અને અન્ય મુંઢ ઇજાઓ કરી આરોપીઓએ એકબીજાને મદદગારી કરી હતી.


આ બનાવ અંગે ડાયાભાઇએ પંચ-બીમાં દરેડમાં રહેતા આલા જેઠાભાઇ હાજાણી તથા મેઘરાજ જેઠાભાઇ હાજાણીની વિરૂઘ્ધ પંચ-બીમાં જુદી જુદી કલમો મુજબ ફરીયાદ નોંધાવી છે, ઇજાગ્રસ્તને જી.જી. હોસ્પીટલમાં સારવાર માટે ખસેડયા છે.


સામા પક્ષે દરેડમાં રહેતા મેઘરાજ જેઠાભાઇ હાજાણી (ઉ.વ.24)એ વળતી ફરીયાદ પંચ-બીમાં દરેડના ડાયા આલા ગુજરીયા, આલાભાઇ ગુજરીયા અને એક તણ ત્રણની વિરુઘ્ધ જુદી જુદી કલમ મુજબ ફરીયાદ નોંધાવી હતી.


અગાઉના પ્રેમસબંધનું મનદુ:ખ રાખીને ફરીયાદી તથા તેમના ભાઇ આલાભાઇએ આરોપીના ભાઇ રણછોડ સાથે ઝઘડો થવાનું આરોપીને જાણવા મળતા રસ્તામાં દરેડ બસ સ્ટેન્ડ સામે ભેગા થઇ જતા ફરીયાદી તથા તેમના ભાઇને લોખંડની પટ્ટી અને લાકડી વડે માર મારી માથા અને શરીરના ભાગે ઇજાઓ પહોચાડી અપશબ્દો બોલી એકબીજાને મદદગારી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News