બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને પતંજલિ 'ભ્રામક જાહેરાત કેસ'માં સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે માનહાનિનો કેસ બધં કરી દીધો છે. વાસ્તવમાં, પતંજલિના ઉત્પાદનો વિશે ભ્રામક જાહેરાતો આપવાના આ કેસમાં પહેલા જ માફી દાખલ કરવામાં આવી હતી, જેને સુપ્રીમ કોર્ટે સ્વીકારી લીધી છે. જસ્ટિસ હિમા કોહલી અને સંદીપ મહેતાની બેન્ચે સુપ્રીમ કોર્ટમાં આ નિર્ણય આપ્યો છે.
જણાવી દઈએ કે, ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ)એ પતંજલિ પર કોવિડ–૧૯ રસીકરણને લઈને ખોટું અભિયાન ચલાવવાનો આરોપ લગાવ્યો હતો. તેના પર કોર્ટે ચેતવણી આપી હતી કે પતંજલિ આયુર્વેદ દ્રારા કરવામાં આવતી ખોટી અને ભ્રામક જાહેરાતો તાત્કાલિક બધં કરવામાં આવે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્રારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે પતંજલિની ભ્રામક જાહેરાતને કારણે એલોપેથી દવાઓની ઉપેક્ષા કરવામાં આવી રહી છે.
આઈએમએએ કહ્યું હતું કે, પતંજલિના દાવાઓની ચકાસણી કરવામાં આવી નથી અને તે ડ્રગ્સ એન્ડ મેજિક રેમેડીઝ એકટ ૧૯૫૪ અને કન્યુમર પ્રોટેકશન એકટ ૨૦૧૯ જેવા કાયદાનું સીધું ઉલ્લંઘન છે. જાહેરાતમાં પતંજલિ આયુર્વેદે દાવો કર્યેા હતો કે, તેમના ઉત્પાદનો કોરોનિલ અને સ્વસારીથી કોરોનાની સારવાર કરી શકાય છે. આ દાવા પછી, આયુષ મંત્રાલય દ્રારા કંપનીને ઠપકો આપવામાં આવ્યો હતો અને તરત જ તેનું પ્રમોશન રોકવા માટે કહેવામાં આવ્યું હતું.
સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું હતું કે, માં કેસની સુનાવણી હોવા છતાં અખબારોમાં જાહેરાતો આપવામાં આવી રહી છે અને તમારા કલાઈન્ટ (બાબા રામદેવ) જાહેરાતોમાં દેખાઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, તમે દેશની સેવા કરવા માટે બહાનું ન બનાવો. આ પછી રામદેવના વકીલે કહ્યું હતું કે, ભવિષ્યમાં આવું નહીં થાય. અગાઉ થયેલી ભૂલ માટે માફી માગો. રામદેવે કોર્ટમાં માફી પણ માંગી હતી. તેમણે કહ્યું હતું કે, મને આ વર્તનથી શરમ આવે છે. અમે સમજીએ છીએ કે આ સુપ્રીમ કોર્ટનો આદેશ છે. ત્યારે બેન્ચે કહ્યું હતું કે દેશની દરેક કોર્ટનું સન્માન કરવું જોઈએ.
સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે, તમે (પતંજલિ) અમારા આદેશના ૨૪ કલાકની અંદર પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જાહેરખબર પ્રકાશિત કરવાથી તમે કોર્ટ વિશે કેવું અનુભવો છો તે દર્શાવે છે. તેના પર રામદેવના વકીલે કહ્યું હતું કે, અમારાથી ભૂલ થઈ છે. અમે આનાથી મોં ફેરવી રહ્યા નથી કે છુપાવી રહ્યા નથી. અમે સ્વીકારીએ છીએ. અમે બિનશરતી માફી માંગીએ છીએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech