BREAKING NEWS

બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ ક્રેક કરવા આવી રહી છે ‘બાહુબલી ૩’

  • June 27, 2026 02:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
એસ. એસ. રાજામૌલીની ફિલ્મ 'બાહુબલી'એ જ્યારે સિનેમાઘરોમાં દસ્તક આપી હતી, ત્યારે તેણે માત્ર બોક્સ ઓફિસના જૂના રેકોર્ડ જ નહોતા તોડ્યા, પરંતુ ભારતીય સિનેમાની વ્યાખ્યા હંમેશા માટે બદલી નાખી હતી. આ બ્લોકબસ્ટર સિરીઝ પૂર્ણ થયા બાદથી જ ચાહકોના મનમાં એક જ સવાલ હતો કે, શું ‘બાહુબલી ૩’ ક્યારેય આવશે? હવે એવું લાગી રહ્યું છે કે ચાહકોની આ આતુરતાનો અંત ખૂબ જ જલ્દી આવવાનો છે, કારણ કે પ્રભાસ અને રાણા દગ્ગુબાતીએ આ અંગે મોટો હિન્ટ (ઇશારો) આપ્યો છે.

‘બાહુબલી ૩’ ને લઈને ચર્ચાઓ ત્યારે અચાનક તેજ થઈ ગઈ જ્યારે 'બાહુબલી: ધ ટોર્ચબિઅરર' ડોક્યુમેન્ટ્રીની એક નાની ક્લિપ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થવા લાગી. આ વીડિયોમાં પ્રભાસ, રાણા દગ્ગુબાતી અને અનુષ્કા શેટ્ટી એકસાથે બેઠેલા જોવા મળે છે અને ત્રણેય વાતો-વાતોમાં આ ફ્રેન્ચાઈઝીના આગામી પાર્ટ તરફ ઈશારો કરે છે.આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ચાહકોનો ઉત્સાહ સાતમા આસમાને પહોંચી ગયો છે અને લોકો તેને ‘બાહુબલી ૩’ની સત્તાવાર હિન્ટ માની રહ્યા છે.
વર્ષ ૨૦૧૫માં ‘બાહુબલી: ધ બિગિનિંગ’ થી શરૂ થયેલી આ સફરે ભારતીય સિનેમાને પ્રભાસ, રાણા દગ્ગુબાતી અને અનુષ્કા શેટ્ટી જેવા પેન-ઇન્ડિયા સુપરસ્ટાર્સ આપ્યા. બાહુબલી ૨ (ધ કન્ક્લુઝન) નું વર્લ્ડવાઈડ કલેક્શન: આશરે ૧,૭૮૮ કરોડ રહ્યું છે.આ જંગી કમાણી સાથે આ ફિલ્મ આજે પણ ભારતની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં મોખરે છે. ગયા વર્ષે જ રાજામૌલીની આ બંને ફિલ્મોને જોડીને 'બાહુબલી: ધ એપિક' નામે એક જ ફિલ્મ તરીકે તેલુગુ, તમિલ, મલયાલમ અને હિન્દીમાં ફરી રજૂ કરવામાં આવી હતી. હવે જોવાનું એ રહેશે કે રાજામૌલી ક્યારે પાર્ટ-૩ ની સત્તાવાર જાહેરાત કરે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News