દેશ અને ગુજરાતમાં ભાજપની જોહુકમી-શક્તિસિંહ ગોહીલ

  • August 31, 2023 02:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં ભાજપ પર શક્તિસિંહનો પ્રહાર: બાઇક રેલી, પદયાત્રા  બાદ કલેકટરને આવેદન: ક્ષત્રિય સમાજ દ્વારા ભવ્ય સન્માન: અનેક મહાનુભાવોની ઉપસ્થિતિ

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પદે વરાયા બાદ પ્રથમ વખત જામનગર આવેલા શક્તિસિંહ ગોહિલનું ધમાકેદાર સન્માન કરવામાં આવ્યું હતું, સર્કીટ હાઉસે આવ્યા બાદ કોંગી અને એનએસયુઆઇની રેલીમાં જોડાઇને પદયાત્રા કર્યા બાદ કલેકટરને આવેદન આપીને ભારતીય જનતા પાર્ટી પર આકરા ટીકા પ્રહારો કર્યા હતા, પત્રકારો સાથે વાતચીત કરી હતી, સાંજે ક્રિકેટ બંગલા સામે રાજપૂત સમાજ દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવશે.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સૌપ્રથમ અહીંના સર્કીટ હાઉસ ખાતે આવ્યા હતા એ સમયે ઉપસ્થિત મહાનુભાવોએ પુષ્પગુચ્છ આપીને સ્વાગત કર્યું હતું, આ પછી તેઓ સીધા ગુલાબનગર પાસે આવેલા ચેમ્બર ઓફ કોમર્સના હોલ પાસેથી કોંગી અને એનએસયુઆઇની બાઇક રેલીમાં જોડાયા હતા, કલેકટર કચેરી નજીક પહોંચ્યા બાદ પદયાત્રા કરીને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા, રેલીમાં પણ શક્તિસિંહની સાથે જબ્બર હાજરી જોવા મળી હતી, મોટી સંખ્યામાં યુવાનો ઉત્સાહ સાથે જોડાયા હતા, પત્રકારો સાથેની વાતચીતમાં શક્તિસિંહે ભાજપ પર ટીકા, પ્રહારો કર્યા હતા.
ચેમ્બર હોલ પાસે શક્તિસિંહનું સન્માન કરાયું છે, સંવાદ થયા હતા અને આ સમયે જ એમને પત્રકારો સાથે વાતચીત કરીને કેન્દ્ર તથા ગુજરાતની કહેવાતી ડબલ એન્જીનની ભાજપ સરકારની જોહુકમી સામે આક્રોશ દર્શાવ્યો હતો. એ પછી શક્તિસિંહની પદયાત્રા શ‚ થઇ હતી, કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સાંજે ક્ષત્રિય સમાજ દ્વારા શક્તિસિંહ ગોહિલનું સન્માન કરવામાં આવશે, લાલબંગલાની સામે આવેલ રાજપૂત સમાજ ખાતે સાંજે ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં રાજપૂત સમાજના ભાઇઓ-બહેનો મોટી સંખ્યામાં જોડાશે, કારણ કે ગઇકાલે આખો દિવસ ક્ષત્રિય સમાજને આ કાર્યક્રમમાં જોડવા માટે બેઠકો ચલાવવામાં આવી હતી.
જામનગર શહેર-જિલ્લા કોંગ્રેસના નેજા હેઠળ આજના તમામ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application