જૂનાગઢમાં વોર્ડ નં.૩, ૧૪ની ૮ બેઠકો ભાજપને બિનહરીફ

  • February 03, 2025 03:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાન પૂર્વે જ ભાજપે બે વોર્ડ કબજે કરી જીતના શ્રી ગણેશ કર્યા છે પ્રભારી કમલેશ મીરાણી, શહેર પ્રમુખ પુનિત શર્મા, ધારાસભ્ય સંજય કોરડીયાએ આ મેગા ઓપરેશ ન પાર પાડયું છે.
વોર્ડ નંબર ૩ અને ૧૪ ની ભાજપ ની પેનલ બિનહરીફ થઈ છે અને વોર્ડ નંબર ૨ના કોંગ્રેસના એક ઉમેદવારે પણ ભાજપને ટેકો આપતા મતદાન પૂર્વે કોંગ્રેસ માં સોપો પડો છે. તડજોડની નીતિ કામ કરી ગઈ છે અને ભાજપએ વિજયના શ્રી ગણેશ કર્યા છે.
જૂનાગઢ મહાનગરપાલિકાની ૧૫ વોર્ડની ૬૦ બેઠક માટે ભાજપ કોંગ્રેસના ઉમેદવારો દ્રારા અંતિમ ઘડીએ ફોર્મ ભરાયા હતા અને બંને પક્ષો દ્રારા વિજયના દાવા કરવામાં આવ્યા હતા પરંતુ આજે ચૂંટણી પ્રચાર વિધિવત શ થાય તે પહેલા જ કોંગ્રેસના બે વોર્ડના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા મતદાન પૂર્વે ભાજપે બે વોર્ડ કબજે કર્યા છે. જુનાગઢ શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્માના જણાવ્યા મુજબ વોર્ડ નંબર ૩ માં ભાજપના ઉમેદવાર તરીકે શરીફાબેન કુરેશી, શહેનાઝ બેન કુરેશી, અબ્બાસ કુરેશી અને હસમુખભાઈ મકવાણા તો કોંગ્રેસમાંથી વોર્ડ નંબર ત્રણમાં પઠાણ હસીનાબેન નાસીરભાઈ, બલોચ મનોજભાઈ ઈકબાલભાઈ, પરમાર યોગેશ બીજલભાઇ અને પીરાણી અમિતભાઈ સતારભાઈએ ફોર્મ ભયુ હતું. આ ઉપરાંત વોર્ડ નંબર ૧૪ માં ભાજપ માંથી બાલાભાઈ રાડા, પૂર્વ મૈયર આધશકિતબેન મજમુદાર, જમકુબેન છાયા અને કલ્પેશ કિશોરભાઈ અજવાણીએ ફોર્મ ભયુ હતું તેની સામે કોંગ્રેસમાંથી વોર્ડ નંબર ૧૪મા જોષી આરતીબેન, જેઠવાણી ગીરીશભાઈ લખમણભાઇ, નથુભાઈ જાડા અને પ્રવિણાબેન પાણખાણીયા એ ફોર્મ ભયુ હતું. શહેર ભાજપ પ્રમુખના જણાવ્યા મુજબ આ બંને વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી ભાજપને ટેકો આપ્યો છે આ ઉપરાંત વોર્ડ નંબર ૧૨ માં પણ કોંગ્રેસના ઉમેદવાર દિલીપભાઈ ગલે ભાજપને ટેકો આપ્યો છે. જેથી મતદાન પૂર્વે ભાજપને સરસાઈ મળી છે. આવતીકાલે ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ છે જેથી સંપૂર્ણ ચિત્ર આવતીકાલે સ્પષ્ટ્ર થશે હાલ તો ભાજપને બે વોર્ડ બિનહરીફ થતા ૮ બેઠક કબજે કરવામાં સફળતા મળી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News