હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપનું કેન્દ્રીય નેતૃત્ત્વ ઉમેદવારોના નામને લઇને ચર્ચા કરશે. હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ગુજરાત મોડેલ અપનાવી શકે છે. ગુજરાતની જેમ હરિયાણામાં પણ અનેક ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવે તેવી શક્યતા છે. પાર્ટી સત્તા વિરોધી માહોલ બદલવા માટે અડધાથી વધુ વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે. લોકસભા ચૂંટણીમાં જે સાંસદોને ટિકિટ મળી નહતી તેમના નામ પર પાર્ટી વિચાર કરી રહી છે.
ભાજપ અનેક ધારાસભ્યોની ટિકિટ કાપશે
ભાજપે પોતાના આંતરિક સર્વેના આધારે વર્તમાન અડધાથી વધુ ધારાસભ્યોની ટિકિટ કાપવાનું મન બનાવ્યું છે. કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં રાજ્યની તમામ બેઠક માટે નામો પર ચર્ચા થશે. પાર્ટી પ્રથમ યાદીમાં લગભગ 50-60 ઉમેદવારોનું નામ જાહેર કરી શકે છે.
લોકસભા ચૂંટણી ન લડેલા પૂર્વ સાંસદ સુનીત દુગ્ગલને પણ ટિકિટ મળવાની સંભાવના છે. બીજા પક્ષમાંથી આવેલા અડધા ડઝન નેતાઓને પણ ટિકિટ આપવામાં આવી શકે છે.
મહત્ત્વપૂર્ણ છે કે, હરિયાણા ભાજપ માટે આ વખતની ચૂંટણી મહત્ત્વની છે. છેલ્લા 10 વર્ષથી રાજ્યમાં સત્તામાં રહેવાને કારણે ભાજપે સત્તા વિરોધી લહેરનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે જ સામાજિક સમીકરણો સાધવાનું પણ દબાણ છે.
ભાજપે 10 વર્ષ પહેલા 2014માં પૂર્ણ બહુમતથી રાજ્યમાં સરકાર બનાવી હતી. આ પહેલા લોકસભા ચૂંટણીમાં પણ તમામ 10 બેઠક પર જીત મેળવી હતી.
2019માં પણ ભાજપે લોકસભાની તમામ 10 બેઠક પર જીત મેળવી હતી પરંતુ વિધાનસભામાં બહુમત મેળવી શકી નહતી. 90 સભ્યોની વિધાનસભામાં ભાજપને 40 બેઠક મળી હતી અને તેને JJP (10) અને કેટલાક અપક્ષ ધારાસભ્યોના સમર્થનથી સરકાર બનાવી હતી. જોકે, મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર જ બન્યા હતા.
કોંગ્રેસ સાથે જાટ ધ્રુવીકરણને રોકવા માટે ભાજપે કોંગ્રેસના પૂર્વ મંત્રી અને ચૌધરી બંસીલાલની વહુ કિરણ ચૌધરી અને તેમની દીકરી શ્રુતિને પાર્ટીમાં સામેલ કરી છે. કિરણને ભાજપે રાજ્યસભાના સભ્ય પણ બનાવ્યા છે જેથી જાટ સમાજનું ધ્રુવીકરણ કોંગ્રેસ સાથે ના થાય. રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ સાથે ચૂંટણી મેદાનમાં ઉતરેલી JJPએ ચંદ્રશેખર આઝાદની પાર્ટી આઝાદ સમાજ પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે.
ભાજપની રાજ્યમાં બે ચૂંટણીમાં ગેર જાટ ધ્રુવીકરણની રાજનીતિ રહી છે. હવે સ્થિતિ બદલાઇ છે. લોકસભા ચૂંટણીમાં આ રણનીતિ સફળ રહી નહતી. દલિત અને અન્ય સમાજોએ પણ કોંગ્રેસનો સાથ આપ્યો હતો. એવામાં ભાજપ ફરી એક વખત જાટ સમુદાયને સાધવાની સાથે ગેર જાટ સમાજને પણ સાથે રાખવાના પ્રયાસમાં છે. લોકસભા ચૂંટણી પહેલા મનોહરલાલ ખટ્ટરની જગ્યાએ નાયબ સિંહ સૈનીને મુખ્યમંત્રી બનાવ્યા હતા અને JJP સાથે પણ ગઠબંધન તૂટી ગયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech