ભાજપના વોર્ડ પ્રમુખ જાહેર; પાટીદાર–OBCનું બેલેન્સ

  • December 24, 2024 03:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેર ભાજપના હજારો કાર્યકર્તા અને આગેવાનોની આતુરતાનો અતં આવ્યો છે, જાણે મહાપાલિકાનો ચૂંટણી જગં હોય તેવા રસાકસી ભર્યા માહોલ વચ્ચે યોજાયેલી ભાજપ સંગઠનની ચુંટણી બાદ અંતે ગત રાત્રે પ્રદેશ ભાજપ નિયુકત મહાનગર ચૂંટણી અધિકારી ડો.માયાબેન કોડનાણીએ અમદાવાદ ખાતેથી રાજકોટના કુલ ૧૮માંથી ૧૭ વોર્ડના ચૂંટાયેલા પ્રમુખોના નામની સત્તાવાર જાહેરાત કરી હતી, જેની સ્થાનિક કક્ષાએ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશીએ જાહેરાત કરી હતી. વોર્ડ પ્રમુખોના નામની જાહેરાતમાં પણ હાઇ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. સૌપ્રથમ રાત્રે ૮–૩૦ વાગ્યે વ્હોટસ એપ ગ્રુપમાં યાદી જાહેર થઇ હતી અને ફકત દસ જ મિનિટમાં તે યાદી ડીલીટ કરાઇ હતી, ત્યારબાદ ફરી ૧૦–૪૫ કલાકે નવી ફાઇનલ યાદી જાહેર થઇ હતી. વોર્ડ પ્રમુખની નિયુકિતમાં પાટીદાર અને ઓબીસીનું પરફેકટ બેલેન્સ જળવાયું છે. રાજકોટ શહેરના વિધાનસભા વિસ્તાર અનુસાર વોર્ડ વાઇઝ જોઇએ તો પૂર્વ રાજકોટમાં વોર્ડ નં.૪, ૫, ૬ અને ૧૫ સહિત ચાર વોર્ડના પ્રમુખ રિપિટ થયા છે, અન્ય કોઇ વિધાનસભા ક્ષેત્રમાં એક સાથે આટલા વોર્ડ પ્રમુખ રિપિટ થયા નથી.
યારે પશ્ચિમ રાજકોટ વિધાનસભા ક્ષેત્રમાં તેમજ રાજકોટ ગ્રામ્ય વિધાનસભા હેઠળના વોર્ડમાં પણ પ્રમુખો બદલાયા છે. દક્ષિણ રાજકોટ વિધાનસભા વિસ્તારમાં ડખ્ખા ચાલી રહ્યા હોય વોર્ડ નં.૧૭ ના વોર્ડ પ્રમુખનું નામ હજુ સુધી જાહેર કરાયું નથી. વોર્ડ નં.૧૭માં વોર્ડ પ્રમુખ ઇન્દુભા જાડેજાએ અગાઉ ત્રણેક મહિના પૂર્વે પ્રમુખ પદેથી રાજીનામુ આપ્યું હતું ત્યારબાદ યોજાયેલી સંગઠનની ચૂંટણીમાં ફરી દાવેદારી કરી ફોર્મ ભયુ હતું. આ મામલે વોર્ડના સ્થાનિક કાર્યકરો અને અગેવાનોમાં એવો અસંતોષ પ્રવર્તી રહ્યો છે કે એક વખત પ્રમુખ પદેથી રાજીનામુ આપનાર ફરી દાવેદારી કરે અને તેમને ફરી પ્રમુખ બનાવાય તો અન્ય કાર્યકરો અને આગેવાનો નિત્સાહ થશે. તદઉપરાંત જો તેમને પ્રમુખ પદે રહેવું જ હતું તો અગાઉ રાજીનામુ શા માટે આપ્યું ? તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. ખાસ કરીને વોર્ડ નં.૧૭માં દાવેદારી વેળાએ દાવેદારના ત્રણ નામનું કોરમ પણ પૂર્ણ થયું નન હોય બે નામ રજુ થયા હોય તેમાંથી એક નામ સ્વીકારી લેવાની વાત પણ ઘણાં કાર્યકરોને મંજુર નથી. બીજી બાજુ એક ચૂંટાયેલા ઉચ્ચ પ્રતિનિધિ સતત વોર્ડ નં.૧૭માં ઇન્દુભાને જ વોર્ડ પ્રમુખ તરીકે નિયુકત કરવા આગ્રહ રાખી રહ્યા હોય વોર્ડ નં.૧૭માં આંતરિક રાજકીય ડખ્ખા ચાલું છે. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશીએ આજકાલ દૈનિક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કેન્દ્રીય ચૂંટણી સમિતિની માર્ગદર્શિકા મુજબ પ્રદેશ ચૂંટણી સમિતિ દ્રારા બુથ પ્રમુખ સંવાદ તેમજ વિધાનસભા સંકલન સમિતિ સાથે સંવાદ કરી સકારાત્મકતા અને સમરસતા સાથે મંડલ પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરવામાં આવી હતી જેના આધારે રાજકોટ મહાનગરના વોર્ડના પ્રમુખોનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

ખીચડી રંઘાયા પછી બનેલી નવી યાદી પ્રમાણે
રાજકોટ ભાજપના વોર્ડવાઇઝ ચૂંટાયેલા પ્રમુખ
વોર્ડ નં.૧ જયરાજસિંહ ગજુભાઇ જાડેજા
વોર્ડ નં.૨ ભાવેશભાઇ મેરામભાઇ ટોયટા
વોર્ડ નં.૩ રણધીરભાઇ ઉકરડાભાઇ સોનારા
વોર્ડ નં.૪ કાનજીભાઇ માનસીંગભાઇ દઢેયા
વોર્ડ નં.૫ પરેશભાઇ ખોડાભાઇ લીંબાસીયા
વોર્ડ નં.૬ અંકિત બાબુભાઇ દૂધાત્રા
વોર્ડ નં.૭ વિશાલભાઇ પ્રબોધચદ્રં માંડલીયા
વોર્ડ નં.૮ દેવકરણ ગંગાદાસ જોગરાણા
વોર્ડ નં.૯ હીરેનભાઇ મનસુખલાલ સાપરીયા
વોર્ડ નં.૧૦ જયેશભાઇ મનસુખભાઇ ચોવટીયા
વોર્ડ નં.૧૧ હિરેનભાઇ ભીખુભાઇ મુંગપરા
વોર્ડ નં.૧૨ જયેશકુમાર જગદિશભાઇ પંડા
વોર્ડ નં.૧૩ સંદિપભાઇ વ્રજલાલ અંબાસણા
વોર્ડ નં.૧૪ પવનભાઇ દિનેશભાઇ સુતરીયા
વોર્ડ નં.૧૫ મયુરભાઇ પાંચાભાઇ વજકાણી
વોર્ડ નં.૧૬ ખોડાભાઇ (હસુભાઈ) ગોકળભાઇ કાચા
વોર્ડ નં.૧૭ હજુ સુધી નામ જાહેર કરાયું નથી.
વોર્ડ નં.૧૮ અનિલભાઈ જસમતભાઇ દોંગા




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application