કોંગ્રીના રાજયસભાના સાંસદ સાહુના ૩૫૦ કરોડના કાળા નાણા સામે જામનગરમાં ભાજપનો વિરોધ

  • December 11, 2023 01:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેર-જિલ્લામાં તાજેતરમાં કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને તેના મળતીયાઓ દ્વારા કરવામાં આવેલ આશરે રુા. ૩૫૦ કરોડથી વધુના કૌભાંડ અંગે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને ધારાસભ્યો દ્વારા રેલી કાઢીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ અને તેના આગેવાનો દ્વારા દેશની અંદર જે ભ્રષ્ટાચાર થયા છે તેનો વિરોધ પુરા દેશમાં થઈ રહ્યો છે, જેના ભાગરુપે શનિવારે સાંજે અટલ ભવન જીલ્લા ભાજપ કાર્યાલયથી જનતા ફાટક ખાતે જીલ્લા અને શહેર ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા વિરોધ પ્રદર્શન રાખેલ હતું તેમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, જામનગર શહેરના મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, કારોબારી ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક પક્ષ નેતા આશિષભાઈ જોષી, જામનગર જીલ્લા ભાજપના અધ્યક્ષ રમેશભાઈ મુંગરા, શહેર ભાજપના પ્રમુખ વિમલભાઈ કાગથરા તથા જીલ્લા ભાજપના મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, પ્રવિણસિંહ જાડેજા, અભિષેક પટવા તથા મહામંત્રી વિજયસિંહ જેઠવા, મેરામણભાઈ ભાટુ, પ્રકાશભાઈ બાંભણીયા, ગોપાલભાઇ સોરઠીયા સહિત શહેર-જીલ્લા ભાજપના હોદેદારો, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાથમાં બેનર સાથે સૂત્રોચ્ચારો કરતા જોડાયા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application