સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓ અંતર્ગત હાલારનાં બન્ને જિલ્લાની છ નગરપાલિકાના જાહેર થઇ રહેલા પરિણામ મુજબ સવારે ૧૦.૧૫ કલાકે જે પરિણામો જાહેર થયા છે તેના પરથી સ્પષ્ટ્ર રીતે દેખાય છે કે ભાજપનો ઝંઝાવાત ફરી વળ્યો છે અને કોંગ્રેસનો તો જાણે સંપૂર્ણ સફાયો થઇ રહ્યો છે જયારે આમ આદમી પાર્ટીનો પ્રારંભમાં ઉદય થતો દેખાય છે પાછળથી પરિણામો ફરી પણ શકે છે.
જામજોધપુરની ૨૮ બેઠકમાંથી જાહેર થયેલ ૩ વોર્ડની તમામ આઠ બેઠક પર ભાજપે કબજો જમાવ્યો છે. કાલાવડની ૨૮ બેઠકોમાંથી ૧ બેઠક પર ભાજપનાં ઉમેદવાર બિનહરીફ થયા હતા. આજે જાહેર થઇ રહેલા પરિણામો મુજબ બે વોર્ડની આઠ બેઠકો પર ભાજપની જીત થઇ છે તો બીજી તરફ ધ્રોલનાં વોર્ડ ન.ં ૧માં પણ ભાજપનો વિજય થયો છે મતગણતરી ચાલુ છે પરિણામો આવી રહ્યા છે.
હાલારનાં બીજા જિલ્લા દેવભૂમિમાં પણ ભાજપનો કેસરીયો છવાઇ રહ્યો છે, દ્રારકાની ૨૮ બેઠકોમાંથી વોર્ડ ન.ં ૩ અને ૪ની આઠ બેઠકો તો બિનહરીફ થઇ હતી. વોર્ડ ન.ં ૬માં એક બેઠક બિનહરીફ થઇ જતાં ૯ બેઠકો ભાજપને મળી રહી હતી. આજે જાહેર થઇ રહેલા વોર્ડ ન.ં ૧ અને ૨માં પણ ભાજપનો ઝળહળતો વિજય થયો છે. દ્રારકા નગરપાલિકા પણ સંપૂર્ણ રીતે ભાજપનો કબજો થતો દેખાઇ રહ્યો છે.
ભાણવડમાં કોંગ્રેસની થોડી ઘણી આબરૂ બચે એવા સંકેત મળે છે કારણકે મહામુસીબતે જાહેર થયેલી આઠ બેઠકોમાંથી ર કોંગ્રેસ જીતી શકી છે જો કે છ બેઠક પર ભાજપના ઉમેદવાર વિજેતા થયા છે અને અગાઉ આઠ બેઠકો બિનહરીફ થઇ ગઇ હોવાથી ભાણવડ નગર પાલિકા પણ આસાનીથી ભાજપના કબજામાં આવી રહી છે.
સલાયામાં મોટો ઉલટફેર દેખાઇ રહ્યો છે અહીં કોંગીનું શાસન હતું સલાયા કોંગ્રેસનો ગઢ ગણવામાં આવે છે પરંતુ ૨૮ બેઠકમાંથી આ લખાય છે ત્યાં સુધી જાહેર થયેલા વોર્ડ ન.ં ૧ અને ૨ના પરિણામમાં આમ આદમી પાર્ટીનાં ૮ ઉમેદવારો વિજેતા થયા છે, બાકીનાં પરિણામ ઉપર નજર મંડાઇ રહી છે કારણકે કોંગ્રેસની આબરૂ અહીં દાવ પર લાગી છે.
સવારે ૧૦.૨૦ કલાકના પરિણામ મુજબ મતગણતરી ચાલુ છે પરંતુ શરૂઆતી વલણમાં ભાજપનો ઝંઝાવાત દેખાઇ રહ્યો છે, કોંગ્રેસનો સંપુર્ણ સફાયો થઇ રહ્યો છે અને આમ આદમી પાર્ટીનો ઉદય થતો દેખાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech