તારીખ ૧૨ ના રોજ મોટી સંખ્યામાં ફોર્મનો ઉપાડ કરાયા પછી આજે ભાજપ અને કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારો સહિત અન્ય રાજકીય પક્ષોના અને અપક્ષ ઉમેદવારો એ ફોર્મ ભરવાનું શ કરી દેતા ચૂંટણીના રાજકારણમાં આજથી ગરમાવો આવી ગયો છે.કોંગ્રેસે આજે જામનગર બનાસકાંઠા બારડોલી અને સુરેન્દ્રનગર બેઠકમાં ઉમેદવારી નોંધાવી છે. જામનગરમાં કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર જે.પી.મારવીયાએ ફોર્મ ભયુ ત્યારે પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ કગથરા અને મોહમ્મદ જાવેદ પીરજાદા ઉપસ્થિત રહ્યા હતા.
સુરેન્દ્રનગરમાં ઋત્વિક મકવાણાએ આજે ફોર્મ ભયુ ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક હાજર રહ્યા હતા. બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર યારે ફોર્મ ભરવા ગયા ત્યારે તેમની સાથે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહિલ જગદીશભાઈ ઠાકોર અને ઇન્દ્રવિજયસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા. બારડોલીમાં સિદ્ધાર્થ ચૌધરીએ ફોર્મ ભયુ ત્યારે ઉષાબેન નાયડુ અને ગૌરવ પંડા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
ભાજપ તરફથી પોરબંદરમાં મનસુખભાઈ માંડવીયાએ અલગ મંદિરોના દર્શન કરી સુદામા ચોકમાં સભા ભરી ફોર્મ ભયુ હતું અને ત્યારે તેની સાથે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, કલસ્ટર પ્રભારી આર.સી ફળદુ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ભાજપના પ્રદેશ મહિલા પ્રમુખ દીપીકાબેન સરડવા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.
સુરેન્દ્રનગરમાં ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાએ મેળાના મેદાનમાં સભા યોજી પછી ફોર્મ ભરવા ગયા હતા અને ત્યારે તેમની સાથે મહેન્દ્રભાઈ મુંજપરા કુંવરજીભાઈ બાવળીયા આઈ કે જાડેજા કિરીટસિંહ રાણા શંભુપ્રસાદ ટુંડિયા રહ્યા હતા.અમદાવાદ પૂર્વ ની બેઠક પર ગઈકાલે રોડ સો યોજાઈ ગયો હતો અને આજે આ બેઠકના ભાજપના ઉમેદવાર હસમુખભાઈ સોમાભાઈ પટેલે ગોરધનભાઈ ઝડફિયા સહિતના આગેવાનોની હાજરીમાં ફોર્મ ભયુ હતું. પંચમહાલમાં ભાજપના ઉમેદવાર રાજપાલ જાદવ, ભચમાં મનસુખભાઈ વસાવા અને વલસાડમાં ધવલભાઇ પટેલે ફોર્મ ભયુ છે.
ઢોલ નગારા અને ડીજેના તાલે આજે રાયના અનેક સંસદીય મતવિસ્તારમાં રેલી સભા જેવા આયોજનો કરવામાં આવ્યા હતા અને તેમાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો ઉમેદવારો કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech