મોરબી જિલ્લ ામાં વ્યાજના ગેરકાયદે ધંધાએ ભરડો લીધો હોય તેમક રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવના યોજાયેલા લોક દરબારમાં વ્યાજખોરો વિરૂધ્ધ ફરિયાદોનો રજૂઆતકર્યાઓ, ભોગ બનનારાઓનોે ઢગલો થયો હતો. મોરબી જિલ્લા પોલીસે ફરિયાદોના આધારે ગુનાઓ નોંધવાનો આરભં કર્યેા છે. જેમાં ટંકારા તાલુકા ભાજપનો આગેવાન વ્યાજખોર નીકળ્યો છે. ટંકારાના ઓટાળા ગામના ભાજપ અગ્રણીએ મોરબીના ભાજપ આગેવાન સામે વ્યાજખોરીના આરોપ હેઠળ ફરિયાદ નોંધાવતા ભાજપના વર્તુળોમાં ભારે ચકચાર જાગી છે.
ટંકારા તાલુકાના ઓટાળા ગામના યુવકે મોરબીના શખ્સ પાસેથી વ્યાજે નાણાં લીધેલ હોય જે યુવકે પરત આપી દિધેલ હોવા છતાં વધું વ્યાજ લેવા માટે ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
ટંકારા તાલુકાના ઓટાળા ગામે રહેતા અને ભાજપ આગેવાન બેચર મગનભાઈ ઘોડાસરા (ઉ.વ.૨૭) એ ભાજપના જ એક આગેવાન આરોપી હિરેન રાજેશભાઈ પંડા રહે. હાઉસીંગ બોર્ડ મોરબીવાળા વિદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આરોપીએ ઉંચા વ્યાજે નાણા ધીરી ફરીયાદીએ વ્યાજ સહીત મુદલ રકમ પરત આપી દીધેલ હોવા છતા બળજબરી પુર્વક વધુ વ્યાજ લેવા માટે ફરીયાદી પાસે નોટરી લખાણ લખાવી લઇ ફરીયાદીએ આપેલ કોરા ચેકમાં રકમ ભરી ચેક રીટન થતા કોર્ટમાં નેગો ૧૩૮ મુજબ કેસ કરી હેરાન પરેશાન કરી ઉચા વ્યાજના પીયાની ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના સામાકાંઠે રહેતા યુવકે જે તે સમયે એક શખ્સ પાસેથી વ્યાજે પિયા લિધેલ હોય જે મૃત્યુ પામતા તેના ભાઈએ યુવકને ઓફિસે બોલાવી વ્યાજની ઉઘરાણી કરી યુવકને ગાળો આપી બ તથા ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મોરબીના સામાકાંઠે વિધુતનગર પાછળ વિક્રમવાડી વિસ્તારમાં રહેતા હેમંતભાઈ ઘોઘાભાઈ સુરેલા (ઉ.વ.૩૨) એ આરોપી અશોકસિંહ ઉર્ફે બબભા બહાદુરસિંહ ઝાલા રહે. ભાગ્યલમી સોસાયટીમાં મોરબીવાળા વિદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જાહેર કયુ હતું ફરીયાદિએ આરોપીના મોટાભાઇ શકિતસિંહ બહાદુરસિંહ ઝાલા પાસેથી પીયા ૪,૦૦,૦૦૦– પીયા ૩% વ્યાજે લિધેલ હોય બાદ તેઓ મૃત્યુ પામતા આરોપી અશોકસિંહ ઉર્ફે બબભા ઝાલાએ પોતાના ભાઇએ આપેલ વ્યાજ સહીતના પીયા પાછા આપવા ફરીયાદિને પોતાની ઓફીસે બોલાવી તેમજ ફોન પર ગાળો આપી પોતે એક મર્ડર કરેલ છે અને તેમાંથી છુટીને આવેલ છુ અને તા મર્ડર કરતા વાર નહી લાગે તેમ કહી ફોન ઉપર તેમજ બમા જાન થી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech