શીંગડા ગામે ભાજપના આગેવાનોએ ગ્રામજનો સાથે કરી ખાસ મુલાકાત

  • April 11, 2025 02:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદર નજીકના શિંગડા ગામે ભાજપના આગેવાનોએ ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો.
ભારતીય જનતા પાર્ટીના "ગાંવ ચલો અભિયાન" અંતર્ગત પુર્વ કારોબારી ચેરમેન પોરબંદર તાલુકા પંચાયત કેશુભાઈ ઓડેદરાએ પોરબંદર તાલુકાના વિશ્રામ દ્વારકા શીંગડા ગામની મુલાકાત લઈને ગ્રામજનો સાથે સરકારની કલ્યાણકારી યોજનાઓ અને વિકાસ કાર્યો બાબતે સંવાદ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી પોરબંદરના બરડા વિસ્તારમાં  ગાંવ અને બસ્તી ચલો અભિયાન અંતર્ગત સફાઈ અભિયાન તેમજ લાભાર્થી સંપર્ક અભિયાનની કામગીરી  હાથ ધરવામાં આવી.આ અભિયાન અંતર્ગત  મંદિરની સાફ સફાઈ કરવામાં આવી અને વિવિધ સરકારી સહાય યોજના જેમ કે આયુષ્માન કાર્ડ, વૃદ્ધ સહાય યોજના, અંત્યોદય રાશનકાર્ડના લાભાર્થીઓની મુલાકાત લઈને તેમનો અભિપ્રાય મેળવવામાં આવ્યો.લાભાર્થીઓના ચહેરા પર સરકાર પ્રત્યેનો આદર અને સંતોષ સ્પષ્ટપણે ઝળહળી રહ્યો હતો. આ તકે શીંગડા ભાજપ અગ્રણી વિરામજી ઓડેદરા,અમિતભાઈ જોષી,હાર્દિકભાઈ થાનકી,માધવજીભાઈ થાનકી,સંજયભાઈ ગામી, જેઠાભાઇ રાઠોડ,જયભાઈ મોઢા,બાબુભાઈ પાંડાવદરા,અજય પાંડાવદરા, સામતભાઈ ગામી,નરભેશંકર જોગાનદી, મૌલિકભાઈ જોષી અને દિવ્યેશભાઈ જોષી ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application