ગુજરાતમાં પક્ષ પલટુઓને પ્રવેશ માટે ભાજપે દિલ્હીની પેટર્ન મુજબ સ્કિનિંગ કમિટી રચી

  • January 03, 2024 03:18 PM 

દેશમાં આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજવા જઈ રહી છે. જેને લઈને તમામ રાજકીય પક્ષો એકિટવ થઈ ગયા છે. લોકસભાની ચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષોએ તનતોડ મહેનત શ કરી દીધી છે. ત્યારે દિલ્હીમાં પક્ષ પલ્ટો કરીને આવતા લોકોને કારણે પાર્ટીની ઈમેજ ખરાબ થવાના બનાવ ધ્યાન પર આવતા દિલહીમા સ્ક્રીનિંગ કમિટીની રચના કરવામા આવી છે.તેના પગલે ગુજરાતમા ભરત બોધરાને જવાબદારીઓ સોપવામા આવી છે.

ગુજરાતમાં લોકસભાની ૨૬ બેઠક જીતવા માટે ભારતીય જનતા પાર્ટીએ ૮ સિનિયર નેતાઓને મહત્વની જવાબદારી સોંપ્યા બાદ હવે ગુજરાતમાં સ્ક્રીનિંગ કમિટીની રચના કરવામાં આવી હતી. જેમાં પ્રદેશ સ્તરે ૫ નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે.આ સમિતિના અધ્યક્ષ તરીકે ભરત બોઘરાને જવાબદારીઓ સોપવામા આવી છે.તેમની સાથે રાય સરકારના મંત્રી પ્રફુલ પાનસેરિયા, સુરેન્દ્રનગર–વઢવાણ બેઠકના ધારાસભ્ય જગદીશ મકવાણા, વડોદરા જિલ્લ ા પ્રભારી રાજેશ પાઠક તથા યુવા મોરચામાંથી હિમાંશુ પટેલનો પણ સ્ક્રીનિંગ કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
 ભાજપમાં જોડવા માંગતા અન્ય પક્ષોમાંથી આવતા  નેતાઓ, કી વોટર, સામાજિક આગેવાનો અને યુવાનોને જોડવા માટે આ સ્ક્રીનિંગ કમિટી બનાવવામાં આવી છે. લોકસભા ચૂંટણી પહેલાં જે લોકો ભાજપ સાથે જોડવા માટે આ ૫ નેતાઓ સંકલન કરશે. આ નેતાઓ સાથે સંકલન બાદ જ બીજેપીમાં એન્ટ્રી આપવામાં આવશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application