જૂનાગઢ મનપાની ૬૦ બેઠકોમાં ભાજપ દ્રારા ૪૯ નવા ચહેરા, ૧૧ ઉમેદવારો રિપીટ થય

  • February 01, 2025 09:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપની મોડે મોડે આજે સવારે ઉમેદવારોની યાદી જાહેર પાંચ મહિલા અને પાંચ પુષો મળી ૧૦ કોર્પેારેટરો રિપીટ અને પૂર્વ ડેપ્યુટી મેયરને બદલે તેના પુત્રને ટિકિટ, શાસક પક્ષના નેતાના પત્ની સહિત પૂર્વ ઉમેદવારોના સગામે ટિકિટ ફાળવાઈ છે.
ભાજપ દ્રારા આજે સવારે જાહેર કરેલા ઉમેદવારોમાં પૂર્વ મેયર સહિત ગત ટર્મના ૧૧ કોર્પેારેટરો રીપીટ કરવામાં આવ્યા છે. યારે પૂર્વ ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા, હિમાંશુભાઈ પંડા, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન હરેશભાઈ પરસાણા, રાકેશભાઈ ધુલેશિયા શાસક પક્ષના નેતા કિરીટભાઈ ભીંભા, સહિતના કોર્પેારેટરોને ટિકિટ મળી નથી જોકે પૂર્વ ડેપ્યુટી મેયરના પુત્ર પાર્થ કોટેચા ને વોર્ડ નંબર ૯, પૂર્વ શાસક પક્ષના નેતા કિરીટભાઈ ભીંભાના બદલે તેના પત્ની લીરીબેન, પૂર્વ કોર્પેારેટર કિશોરભાઈ અજવાણી અને પૂર્વ કોર્પેારેટર એભાભાઈ કટારાના બદલે તેના ભત્રીજા ને ટિકિટ આપવામાં આવી છે. ભાજપની યાદીમાં પૂર્વ અને વર્તમાન મંત્રીઓમા સંજયભાઈ મણવર, શૈલેષભાઈ દવે, વિનસ હદવાણી, મનન અભાણી, પરાગ રાઠોડ, સહિતના ને ટિકિટ આપવામાં આવી છે. ભાજપ દ્રારા જાહેર કરાયેલ ઉમેદવારોની યાદીમાં વોર્ડ નંબર ૩માંથી બે, ચારમાંથી એક, નવમાંથી બે, ૧૨માંથી એક વોર્ડ નંબર ૧૪માંથી બે સહિત ૬ મહિલા અને પાંચ પુષોએ મળી કુલ ૧૧ પૂર્વ કોર્પેારેટરોને રીપીટ કરવામાં આવ્યા છે. યારે પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન હરેશભાઈ પરસાણા, પૂર્વ ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા, પૂર્વ ધારાસભ્ય અને કોર્પેારેટર મહેન્દ્રભાઈ મશ, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન રાકેશભાઈ ધુલેશિયા, પૂર્વ ડેપ્યુટી મેયર હિમાંશુભાઈ પંડા, સહિતના અનેક ધૂરંધરો ને ટિકિટ મળી નથી.
આજે જાહેર કરાયેલા નામોમાં કોર્પેારેટર ના બદલે તેના પરિવારના સભ્યોને પણ ટિકિટ આપવામાં આવી છે જેમાં વોર્ડ નંબર બે માં પૂર્વ શાસક પક્ષના નેતા કિરીટભાઈ ભીંભા ના બદલે તેના પત્ની લીરીબેન, વોર્ડ નંબર નવના કોર્પેારેટર એભાભાઈ કટારાના બદલે તેના મોટાભાઈ કરમણભાઈ કટારાના પુત્ર આકાશ કટારા, વોર્ડ નંબર ૧૦મા વર્ષેાથી ચૂંટાઈ આવતા પૂર્વ ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાને વોર્ડ નંબર ૯માંથી ટિકિટ મળી છે, વોર્ડ નંબર ૧૪ના કિશોરભાઈ અજવાણીના પુત્ર કલ્પેશભાઈ અજવાણીને ટિકિટ મળી છે. વોર્ડ નંબર ૧૩ના વાલ ભાઈ આમ છેડાના બદલે તેના પત્ની વનિતાબેનને, વોર્ડ નંબર ચારમાં પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન હરેશભાઈ પરસાણાને બદલે ગત ધારાસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાંથી ઉભેલા ચેતનભાઇ ગજેરા ફરીથી ભાજપમાં જોડાતા આ વખતે ભાજપે પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેનના બદલે ચેતન ગજેરાને ટિકિટ ફાળવી છે. ભાજપ એ જાહેર કરેલ ઉમેદવારોની યાદીમાં વોર્ડ નંબર ૮ના ઉમેદવારો જાહેર કરાયા નથી જેથી હજુ પણ વોર્ડ નંબર ૮ મામલે ભાજપ ડાયરેકટ આપી ફોર્મ ભરાવશે.  ભાજપ દ્રારા આ વર્ષે ત્રણ ટર્મથી ચૂંટાયેલા અને ૬૦ વર્ષથી ઉપર વટેલા ને ટિકિટ ન આપવાનો પણ નિર્ણય લેવામાં આવતા અનેક જૂના ઘુરંધરને ટિકિટ મળી શકી નથી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application