રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની આગ હવે શાસક પક્ષ ભાજપ તરફ જઈ રહી છે. મોતના માંચડા જેવું ખડકાયેલું ગેરકાયદે બાંધકામ તોડી પાડવા માટે મહાપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખાએ તૈયારી તો આરંભી હતી પણ આ મોતનો માંચડો પડે નહીં તે માટે ભાજપના વોર્ડ નં.૧૩ના નગરસેવક નીતીન રામાણીએ ભલામણ કરીને આ બાંધકામ પડતું અટકાવ્યું હતું તેવી ચર્ચાએ ભારે જોર પકડયું છે અને આ મુદ્દો અત્યારે રાજકીય ગલીયારાથી લઈ રાજકોટવાસીઓમાં ટોપ ઓફ ધ ટાઉન જેવો બની ગયો છે. અત્યારે તો ચર્ચા ચાલી રહી છે કે, હજી પોલીસ તપાસમાં ઓનપેપર આવું કઈં ખુલ્યું નથી.
છેલ્લા ત્રણ વર્ષથી ગેરકાયદે રીતે ધમધમતો અને કાળી કમાણી કરતો આ ગેમઝોન ધીમે ધીમે વિકાસ પામ્યો હતો. બે વર્ષ દરમ્યાન મહાપાલિકાની કોઈપણ પુર્વ મંજુરી લીધા વિના ગેરકાયદેસર બાંધકામ ખડકાઈ ગયું હતું. મહાપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખાને આ ગેરકાયદે બાંધકામ ગત વર્ષે એેપ્રિલ માસમાં નજરે પડી ગયું હતું. ટીપી શાખા દ્રારા પ્રથમ નોટીસ અપાયા બાદ તા.૮ જુન ૨૦૨૩ના રોજ ફરી બાંધકામ તોડી પાડવા માટેની ૭ દિવસના અલ્ટીમેટમ સાથે નોટીસ અપાઈ હતી. આ બે નોટીસ મળ્યા બાદ બાંધકામ (મોતનો માંચડો) પડતો અટકાવવા માટે ગેમઝોનના સંચાલકો સક્રિય બન્યા હતા અને આ બાંધકામ આબાદ ઉભું રહી ગયું હતું. જેથી ગત તા.૨૫ના રોજ અિકાંડની દુર્ઘટના સર્જાઈ અને આ પાપીઓના કારણે ૨૭–૨૭ માનવીઓએ પોતાની મહામુલી જીંદગી અિમાં ગુમાવવી પડી હતી.
ગેરકાયદેસર બાંધકામ એક વર્ષ પુર્વે નોટીસ આપ્યા છતાં ટીપી શાખાએ આખં આડા કાન કરીને તોડયું ન હતું અને અંતે અત્યારે આ પાપની સજા ટીપી શાખાના અધિકારીઓ પોલીસ કસ્ટડીમાં ભોગવી રહ્યા છે. ટીપી શાખાએ આવી ગંભીર બેદરકારી કયા કારણોસર રાખી તે ભારે ચર્ચાનો મુદો બની ગયો હતો. કોઈ રાજકીય ભલામણ હશે અથવા તો મોટો આર્થિક કડદો કરાયો હશે તો જ આ બાંધકામ ટીપી શાખાએ તોડયું ન હોય તેવી વાતો ચાલતી હતી. આ ઘટનના બે–ત્રણ દિવસ બાદ ગેમઝોન અિકાંડમાં ભાજપના એક અગ્રણી, નગરસેવકે ગેરકાયદે બાંધકામ બચાવવા માટે ભુમીકા ભજવી હતી તેવી વાતો બહાર આવી હતી. તે દરમ્યાન હવે શાસક પક્ષ ભાજપના વોર્ડ નં.૧૩ના કોર્પેારેટર નીતીન રામાણીનું આ ગેરકાયદે બાંધકામ બચાવવામાં નામ ઉછળ્યું છે. આ સંદર્ભે હજુ તપાસનીશ ક્રાઈમ બ્રાંચ સુધી આ નામ પહોંચ્યું નથી. તપાસનીશ સુત્રોએ હજુ તપાસ દરમ્યાન આવું કઈં નામ અમારા સુધી આવ્યું નથી. જો તપાસમાં બહાર આવશે તો કોઈને છોડાશે નહીં તેવા ઉચ્ચારણ કરાયા છે. આરોપી યુવરાજસિંહ સોલંકી દ્રારા ક્રાઈમ બ્રાંચ સમક્ષ નીતીન રામાણી તેમજ અન્ય કેટલાકના નામ આપ્યાની નાણાનો વહીવટ કર્યાની વાતો ઉડી છે. જો કે, પોલીસ સમક્ષ હજુ આવું કઈં ઓનપેપર બહાર ન આવ્યાનું જાણવા મળે છે.
જે રીતે આ ચર્ચાનો ધુમાડો ઉઠયો છે તો કયાંક આગ લાગી હશે ખરેખર ભાજપના આ નગરસેવકનો અિકાંડ દુર્ઘટનાના બાંધકામને બચાવવા માટેનો કોઈ રોલ હતો કે કેમ ? આ નગરસેવકથી કદાચ આવડું મોટું બાંધકામ તુટતું બચી ન શકે તેઓએ અન્ય કોઈ મોટા માથા કે આકાનો સહારો લીધો હતો ? બાંધકામ તુટતું બચાવવા માટે નગરસેવકે મોટો આર્થિક વહીવટ કર્યેા હતો અને આ ગેરકાયદે બાંધકામ આડે દિવાલ બનીને ઉભા રહી ગયા હતા ? આ નગરસેવકની સાથે મહાપાલિકા સાથે સંકળાયેલા કોઈ વર્તમાન કે પુર્વ પદાધિકારીનો પણ છુપો રોલ હતો કે કેમ ? નગરસેવક ખુલ્લા પડી ગયા હોય અને પડદા પાછળના કસબી કોઈ અલગ હોય તેવું કઈં હશે કે કેમ ? આ બધી વાતો અત્યારે જો અને તો ની માફક વહેતી થઈ છે. ઓનપેપર હજુ સુધી કઈં ખુલ્યું નથી એટલે હાલના તબકકે અફવા અથવા તો કોઈ વિધ્નસંતોષીએ આ ભાજપના નગરસેવકનું ખોટી રીતે નામ ઉછાળ્યું હોય તેવું માનવું રહ્યું.
આકિર્ટેકટ નિરવ વરૂનો સંપર્ક પણ કોર્પેારેટર નીતિને કરાવ્યો હતો
અિકાંડના ગેરકાયદેસર બાંધકામને તૂટતું બચાવવા માટે કોર્પેારેટર નીતિન રામાણીનું નામ ઉછળ્યું છે ત્યારે મીડિયા સમક્ષ એવા ખુલાસા કર્યા છે કે, પોતે આ બાંધકામ બચાવવા માટે નહીં પરંતુ ઇમ્પેકટ ફી ભરીને બાંધકામ કાયદેસર થઇ જાય તે માટેના પ્રયાસો માટે ભલામણ કરી હતી. પ્રકાશ ગેમઝોનના સંચાલક હોવાથી તેણે બાંધકામ બાબતે વાત કરી હતી અને પોતે જ (નીતિન) આ બાંધકામ રેગ્યુલર કરવા માટે વાણીયાવાડીમાં ઓફિસ ધરાવતા આકિર્ટેકટ નિરવ વરૂનો સંપર્ક કરાવી દીધો હતોે અને ફાઇલ તૈયાર કરવા કહ્યું હતું.
હા હુ ૧૫ દિવસ પહેલા મારા બાળકોને લઇને આ ગેમઝોનમાં ગયો હતો: રામાણી
ગેમઝોન અિકાંડ વિવાદમાં હવે ભાજપના નગરસેવક નીતિન રામાણી આવતા રામાણીના ગેમઝોનના ભાગીદારો સાથેના સંપર્કેા ખુલ્લ ા પડયા છે. રામાણી ગેમઝોન સંચાલકો સાથે કઇ રીતે નજીક હતા તે બાબતે રામાણીએ ઇમ્પેકટ ફીને લઇને સબધં થયાની વાત કરી હતી. સાથે તેણે આ ગેમઝોનમાં તેઓ અંદર કયારેય ગયા છે કે નહીં ? તે બાબતે કહ્યું હતું કે, હા હત્પં અિકાંડનો બનાવ બન્યો એના ૧૫ દિવસ પહેલા મારા બાળકોને લઇને ત્યાં ગયો હતો. આનો સ્પષ્ટ્ર મતલબ એવો થઇ શકે કે, નીતિન રામાણી ભલે ખાસ કોઇ સંપર્ક નથી એવી વાતો કરતા હોય પરંતુ ગેમઝોનના સંચાલકો સાથે તેમની નિકટતા હશે ખરી.
હા સીટ તપાસ કરે છે મને બોલાવશે તો જઇશ અને જે હોય તે કાયદેસર થવું જોઇએ: રામાણી
અિકાંડના ગેમઝોનના ગેરકાયદેસર બાંધકામ બાબતે પોતે આર્થિક કોઇ વહીવટ કર્યેા નથી, ઓળખાણના કારણે ઇમ્પેકટ ફીમાં આ બાંધકામ કાયદેસર કરાવી દેવાના પ્રયાસ કર્યા હતાં આવા બચાવ અત્યારે નીતિન રામાણી દ્રારા કરાઇ રહ્યા છે. રામાણીએ જે બન્યું એ ખરેખર ગંભીર અને દુ:ખદ કહેવાય તેવો ખેદ વ્યકત કરતા સાથે સમગ્ર તપાસ મામલે એવું કહ્યું હતું કે, કાયદેસર થાય તે કરવું જોઇએ, સીટ તપાસ કરી રહી છે મને બોલાવવામાં આવશે તો હત્પં જઇશ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબાંગ્લાદેશમાં ટોળાએ એરબેઝ પર કર્યો હુમલો, સૈનિકોએ અનેક રાઉન્ડ ગોળીબાર કરતા એકનું મોત, અનેક ઘાયલ
February 24, 2025 03:55 PMડેંગ્યુ, ટાઇફોઇડ, કમળો સહિતના ૧૯૪૬ કેસ; તાવથી બાળકનું મૃત્યુ
February 24, 2025 03:48 PMજેતપુર–રાજકોટ સિકસલેન રોડના કામમાં યોગ્ય ડાયવર્ઝનના અભાવે દિવસભર ટ્રાફિકજામ
February 24, 2025 03:46 PMખોદકામ કરી છ માસથી રસ્તા કામ રઝળાવ્યું લતાવાસીનું ટોળું મહાપાલિકામાં ધસી આવ્યું
February 24, 2025 03:44 PMસગીરાને સાહિલ ભગાડી ગયો: લવ જેહાદની શંકા
February 24, 2025 03:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech