શિંદે જૂથના નેતા પર ફાયરિંગ કરનાર ભાજપના ધારાસભ્યની ધરપકડ થઈ

  • February 03, 2024 11:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મહારાષ્ટ્ર્રના થાણે જિલ્લામાં એક પોલીસ સ્ટેશનની અંદર જ ફાયરિંગ થયુ હતું જેમાં ભાજપના ધારાસભ્યએ શિંદે જૂથના નેતા પર ગોળી ચલાવી હતી જેમાં બે લોકો ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગોળીબારની આ ઘટના ઉલ્હાસનગર પોલીસ સ્ટેશનમાં ભાજપના ધારાસભ્ય અને શિવસેના (શિંદે) જૂથના નેતા વચ્ચે શાબ્દિક અથડામણ બાદ બની હતી. પોલીસે આ મામલે તપાસ શ કરી છે. ડીસીપી સુધાકર પઠારેનું કહેવું છે કે શિવસેના (શિંદે) જૂથના નેતા મહેશ ગાયકવાડ અને બીજેપી ધારાસભ્ય ગણપત ગાયકવાડ વચ્ચે કેટલાક મુદ્દા પર મતભેદ થયો હતો અને તેઓ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન આવ્યા હતા. તે જ સમયે તેમની વચ્ચે થોડી ચર્ચા ચાલી રહી હતી જે ઉગ્ર બની ત્યારે અચાનક ગણપત ગાયકવાડે મહેશ ગાયકવાડ અને તેના માણસો પર ફાયરિંગ કયુ હતું. આમાં બે લોકો ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્રારા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા, યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે. આ મામલે તપાસ ચાલી રહી છે.


શિવસેનાના નેતાએ કર્યા પ્રહાર
શિવસેનાના નેતા આનદં દુબેએ ઉલ્હાસનગર ફાયરિંગની ઘટના પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે આ ફાયરિંગ પોલીસ સ્ટેશનની અંદર થયું હતું, ગોળી ચલાવનાર બીજેપી ધારાસભ્ય ગણપત ગાયકવાડ હતા, જેને ગોળી વાગી હતી તે શિવસેના (શિંદે) જૂથના નેતા મહેશ ગાયકવાડ છે. મહારાષ્ટ્ર્રને જંગલરાજ બનાવવામાં આવી રહ્યું છે. આનદં દુબેએ કહ્યું કે આ કેટલું દુર્ભાગ્યપૂર્ણ છે કે જે ધારાસભ્યને લાખો લોકોના કલ્યાણ માટે કામ કરવાની જર છે તે લોકોને ગોળી મારી રહ્યો છે. ૩–એન્જિન સરકારમાં બે પક્ષોના નેતાઓ લડી રહ્યા છે અને એકબીજાને મારવાનો પ્રયાસ કરી રહ્યા છે. એક અર્થમાં, બંને એન્જિન ફેલ થઈ રહ્યા છે. આપણું રાય કઈ દિશામાં આગળ વધી રહ્યું છે? શું આ જંગલરાજ જેવું નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application