બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2024-25 ભારતીય ટેસ્ટ ટીમની સૌથી મોટી કસોટી છે. આ સિરીઝ 22 નવેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. સીરીઝની પ્રથમ મેચ પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ શરૂ થવામાં વધુ સમય બાકી નથી. આ દરમિયાન BCCIએ એક મોટો નિર્ણય લીધો છે. ટીમ ઈન્ડિયાની ટીમમાં એક યુવા ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો છે. રોહિત શર્મા સીરીઝની પ્રથમ મેચનો ભાગ નથી અને શુભમન ગિલ પણ ઈજાગ્રસ્ત છે. ત્યારે આ ખેલાડીને ટીમમાં જગ્યા મળી છે અને પ્લેઇંગ 11માં પણ તક મળી શકે છે.
ટીમ ઈન્ડિયાની ટીમમાં ફેરફાર
ટીમ ઈન્ડિયા પર્થ ટેસ્ટમાં જસપ્રીત બુમરાહની કેપ્ટન્સીમાં રમશે. આ મેચ પહેલા યુવા બેટ્સમેન દેવદત્ત પડિકલને ભારતીય ટીમની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને દેવદત્ત પડિકલ વિશે માહિતી આપી છે. દેવદત્ત પડિક્કલ ભારત A ટીમનો ભાગ હતો અને તે સીનિયર ટીમ સાથે ઓસ્ટ્રેલિયામાં રોકાયો હતો. ત્યારે દેવદત્ત પડિક્કલને પણ પર્થ ટેસ્ટમાં ટોપ ઓર્ડરમાં રમવાની તક મળી શકે છે. તેને નંબર 3 પર રમવા માટે મોટો દાવેદાર માનવામાં આવે છે.
દેવદત્ત પડિકલે આ વર્ષે ઈંગ્લેન્ડ સીરીઝ દરમિયાન ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. તે મેચમાં તેણે 65 રનની ઇનિંગ રમી હતી. તેણે ઓસ્ટ્રેલિયા A સામેની તાજેતરની શ્રેણીમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઓસ્ટ્રેલિયા-A સામેની બે ચાર દિવસીય મેચમાં તેણે 36, 88, 26 અને એક રનની ઇનિંગ્સ રમી હતી. આ સિવાય પડિક્કલને ટોપ ઓર્ડરમાં રમવાનો પૂરતો અનુભવ છે. પડિક્કલે અત્યાર સુધી 40 ફર્સ્ટ ક્લાસ મેચો પણ રમી છે, આ મેચોમાં તેણે 42.49ની એવરેજથી 2677 રન બનાવ્યા છે, જેમાં 17 અડધી સદી અને 6 સદી સામેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુનીતા વિલિયમ્સને શું થયું? નવો ફોટો જોઈને લોકો ફરી ટેન્શનમાં
December 22, 2024 02:09 PMમોહાલીમાં બહુમાળી ઈમારત ધરાશાયી : બે લોકોએ જીવ ગુમાવ્યા, કેટલાક હજુ પણ કાટમાળમાં ફસાયેલા
December 22, 2024 12:17 PMભારતીય ટીમે એશિયા કપ ટાઇટલ જીત્યું, ફાઇનલમાં બાંગ્લાદેશનો પરાજય
December 22, 2024 11:41 AMટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો... કેપ્ટન રોહિત શર્મા પ્રેક્ટિસ દરમિયાન ઘાયલ
December 22, 2024 09:59 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech