ટીમ ઈન્ડિયાએ 29 જૂને જ ICC T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યો હતો, પરંતુ અત્યાર સુધી તેની ખુશી 140 કરોડ દેશવાસીઓના ચહેરા પર દેખાઈ રહી છે. ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે અને તેઓ હવે ભારતીય ટીમના મુખ્ય કોચ રહેશે નહીં. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ રાહુલ દ્રવિડનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેણે આખી ટીમનો આભાર માન્યો છે અને રાહુલે ખાસ કરીને કેપ્ટન રોહિત શર્માનો ઉલ્લેખ કર્યો છે. રાહુલ દ્રવિડે જણાવ્યું કે તે નવેમ્બર 2023માં પોતાનું પદ છોડવા માંગતો હતો પરંતુ રોહિતના ફોન કોલના કારણે તેને રોકાવાની ફરજ પડી હતી.
રાહુલ દ્રવિડે રોહિત શર્મા વિશે કહ્યું કે આભાર રો, નવેમ્બરમાં મને કોલ કરવા અને રહેવા માટે કહ્યું. મને લાગે છે કે ટીમ ઈન્ડિયામાં દરેક વ્યક્તિ સાથે કામ કરવું ગર્વની વાત છે. હું દરેક વ્યક્તિનો આભાર માનું છું પણ રો એક કેપ્ટન તરીકે તમારો આટલો બધો સમય આપવા માટે આભાર. અમે ઘણી વખત વાત કરી, અમે ઘણી બાબતો પર ચર્ચા કરી, અમે ઘણી બાબતો પર સંમત થયા, અમે ઘણી બધી બાબતો પર એકબીજા સાથે સહમત ન હતા પરંતુ આ બધા પછી પણ તારો ખૂબ ખૂબ આભાર. આ જૂથમાં દરેકની સાથે રહેવાની અને બધાને જાણવાનો અનુભવ સારો રહ્યો.
રાહુલ દ્રવિડ એક ખેલાડી તરીકે વર્લ્ડ કપ જીતી શક્યો નથી પરંતુ એક ક્રિકેટર તરીકે તેણે ટીમ ઈન્ડિયા માટે જે પણ કર્યું છે તે હંમેશા યાદ રહેશે. ટીમ ઈન્ડિયાએ પણ આ જીત પોતાના મુખ્ય કોચને સમર્પિત કરી છે. ટીમ ઈન્ડિયાની વર્લ્ડકપ જીત બાદ રાહુલ દ્રવિડે જે રીતે આક્રમકતા દેખાડી તે જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. રાહુલ દ્રવિડ સામાન્ય રીતે શાંત રહેવાનું પસંદ કરે છે પરંતુ આ જીતે તેની અંદર રહેલા બાળકને પણ જાગૃત કરી દીધો હતો અને તે 5 વર્ષના બાળકની જેમ બૂમો પાડતો અને ઉજવણી કરતો જોવા મળ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech