BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા કેમેરો જોઇને ગભરાયા, વિડીયો વાયરલ

  • October 01, 2024 10:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ટીમ ઈન્ડિયાએ પોતાની ધમાકેદાર બેટિંગથી સંપૂર્ણ હાસ્યાસ્પદ બની ગયેલી કાનપુર ટેસ્ટને મજેદાર બનાવી દીધી હતી. મેચમાં તેની પ્રથમ ઇનિંગ માટે બેટિંગ કરતી વખતે  ટીમ ઇન્ડિયાએ 34.4 ઓવરમાં 285/9 રન બનાવીને ઇનિંગ્સ ડિકલેર કરી હતી. આ દરમિયાન બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ અચાનક ગભરાતા જોવા મળી રહ્યા છે.


આ વીડિયો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કાનપુરમાં રમાઈ રહેલી ટેસ્ટના ચોથા દિવસનો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે શુક્લાજી કંઈક ખાઈ રહ્યા છે, અચાનક કેમેરો જોઈને તેઓ ગભરાઈ જાય છે અને સીધા બેસી જાય છે.





વીડિયોમાં જોવા મળ્યું હતું કે રાજીવ શુક્લાએ કંઈક ખાવા માટે હાથ લંબાવ્યો હતો. એક ટુકડો મોંમાં મૂકતા જ તેને ખ્યાલ આવે છે કે કેમેરા તેની તરફ છે. પછી અચાનક તે એકદમ બરાબર બેસી જાય છે. આ સમય દરમિયાન તે ધીમે ધીમે ખોરાક ચાવે છે.


ચાર દિવસ પૂરા થયા બાદ મેચની સ્થિતિ


કાનપુર ટેસ્ટના ચોથા દિવસે ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 233 રનમાં ઓલઆઉટ કર્યા બાદ પ્રથમ દાવમાં બેટિંગ કરવા ઉતરી, ભારતીય ટીમે ચોથા દિવસે 34.4માં 285/9 રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો અને બાંગ્લાદેશને તેમની બીજી ઇનિંગ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. ભારતીય ટીમની ઝડપી બેટિંગે લગભગ નિર્જીવ મેચમાં પ્રાણ પૂર્યા હતા.


ચોથા દિવસના અંત સુધીમાં બાંગ્લાદેશે બીજા દાવમાં બેટિંગ કરતા 26/2 રન કર્યા છે. જોકે બાંગ્લાદેશ હજુ 26 રન પાછળ છે. દિવસના અંતે શાદમાન ઈસ્લામ મોમિનુલ હક અણનમ રહ્યો હતો.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application