અયોધ્યા એરપોર્ટ હવે મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ તરીકે ઓળખાશે

  • December 29, 2023 03:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અયોધ્યા રેલવે સ્ટેશન બાદ હવે અયોધ્યા એરપોર્ટનું નામ પણ બદલવામાં આવ્યું છે. અયોધ્યા એરપોર્ટ હવે 'મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યા ધામ' તરીકે ઓળખાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૦ ડિસેમ્બરે એરપોર્ટ અને રેલવે સ્ટેશનનું ઉધ્ઘાટન કરશે. અયોધ્યામાં પીએમ મોદીના પ્રવાસની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.
અયોધ્યા રેલવે સ્ટેશન હવે અયોધ્યા ધામ તરીકે ઓળખાશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની માંગ પર રેલવે સ્ટેશનનું નામ બદલવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે ૩૦ ડિસેમ્બરે અયોધ્યાની મુલાકાતે છે. અહીં મોદી રેલવે સ્ટેશન અને એરપોર્ટનું ઉધ્ઘાટન કરશે. પીએમ મોદીના આગમન પહેલા રેલવે સ્ટેશન અને એરપોર્ટ બંનેના નામ બદલવામાં આવ્યા છે.મોદીના આગમન ને લઇ વિશેષ તૈયારી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૦ ડિસેમ્બરે અયોધ્યાની મુલાકાતે છે. અહીં પીએમ મોદી મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ, અયોધ્યા ધામ અને અયોધ્યા ધામ રેલવે સ્ટેશનનું ઉધ્ઘાટન કરશે. પીએમ મોદીની મુલાકાતને લઈને અયોધ્યામાં ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. સ્વચ્છતાની સાથે સાથે વિવિધ સ્થળોને ફલોથી શણગારવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દરરોજ અયોધ્યાની મુલાકાત લે છે અને પીએમ મોદીની મુલાકાત માટે કરવામાં આવી રહેલી તૈયારીઓની સમીક્ષા કરી રહ્યા છે.


એરપોર્ટનું ટર્મિનલ બિલ્ડિંગ ૬,૫૦૦ ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવતું હશે

અયોધ્યાના અત્યાધુનિક એરપોર્ટના પ્રથમ તબક્કામાં ૧,૪૫૦ કરોડ પિયાથી વધુના ખર્ચે નિર્માણ કાર્ય કરવામાં આવ્યું છે. એરપોર્ટનું ટર્મિનલ બિલ્ડિંગ ૬,૫૦૦ ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવતું હશે, જે વાર્ષિક અંદાજે ૧૦ લાખ મુસાફરોને સેવા આપવા માટે સ હશે. ટર્મિનલ બિલ્ડિંગનો આગળનો ભાગ રામ મંદિરના સ્થાપત્યને પ્રતિબિંબિત કરે છે.ટર્મિનલ બિલ્ડીંગનો આંતરિક ભાગ સ્થાનિક કલા અને ભગવાન રામના જીવનને દર્શાવતી ચિત્રોથી શણગારવામાં આવ્યો છે. તેમજ ટર્મિનલ બિલ્ડીંગમાં અત્યાધુનિક સુવિધાઓ હશે.


અયોધ્યા જંકશન બન્યું અયોધ્યાધામ

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યા જંકશનનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. તેમણે જંકશનનું નામ બદલીને અયોધ્યાધામ કરવાની ઈચ્છા વ્યકત કરી હતી. સીએમ યોગીની આ ઈચ્છા પર રેલવેના ઉચ્ચ અધિકારીઓએ ચર્ચા કરી અને બુધવારે અયોધ્યા જંકશનનું નામ બદલીને અયોધ્યાધામ કરી દીધું.ઓકટોબર ૨૦૨૧માં સીએમ યોગીએ ફૈઝાબાદ જંકશનનું નામ બદલીને અયોધ્યા કેન્ટ કરવાનો નિર્ણય લીધો હતો.  કેન્દ્રએ આ પ્રસ્તાવને મંજૂરી આપી અને ફૈઝાબાદ જંકશનનું નામ બદલીને અયોધ્યા કેન્ટ રાખ્યું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application